વઘઇ મામલતદાર કચેરી દ્વારા પગપાળા આવતા ૯૨ મજૂરો ને વાહનોની વ્યવસ્થા કરી પોતાના ઘરે પહોંચાડ્યા
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ તાલુકા ના મામલતદાર શ્રી સી.એ.વસાવા,નાયબ મામલતદાર ધર્મેશભાઈ કે.વસાવા , મોહનભાઇ સહિત ના કર્મચારીઓએ જિલ્લા બાહર કામ અર્થે વિવિધ જગ્યાએ મજાદુરીએ ગયેલા મજૂરો વિશ્વ વ્યાપી કોરોના વાયરસ ના પગલે ધારા 144 અને લોકડાઉન ની કડક અમલવારી કરાતા ડાંગ ના મજુરો બે ઘર બની જતા પોતાના ઘરે પગપાળા ચાલતા ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ફોરેસ્ટ ચેક નાકાએ આવ્યા હતાં
ડાંગ જિલ્લા આરોગ્યની ટિમ અને પોલીસ બંદોવસ્ત ગોઠવાયો છે ત્યાં ડાંગ જિલ્લા ના મજૂરો ફેકટરીઓ તેમજ મિલો બંધ થતાં પોતાને માદરે વતન ડાંગ ના ઊંડાણ ના ગામોમાં જવા પગપાળા વઘઇ ના ચેકનાકા પહોચ્યા હતાં ત્યાં હાજર ચેકનાકા પર ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા હેલ્થ ચેકઅપ મશીન થી સ્ક્રેનિગ કરી વઘઇ મામલતદાર કચેરીએ જાણ કરવામાં આવી હતી વઘઇ મામલતદારશ્રી સી.એ. વસાવા નાયબ મામલતદાર ધર્મેશભાઈ વસાવા,મોહનભાઇ, સહિતના અધિકારીઓ ડાંગ ના ઊંડાણ વિસ્તારમાં આવેલ ગામો જેવા વાસુર્ણા ,નિલશક્યાં, ડોન, ભૂરાપાણી, ભાપકલ સહિતના વિવિધ ગામોમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરી વઘઇ એગ્રીકલ્ચર ની બસ અને એક ટેમ્પો તેમજ જીપ ની વ્યવસ્થા કરી ડાંગ જિલ્લાના અલગ અલગ ગામોના ૯૨ મજૂરોને પોત પોતાના ગામોમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા હતા