સુરતના બારડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી, તાપીએ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારાએ નાસતા-ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અન્વયે પો.ઇ.શ્રી સોનગઢ પો.સ્ટે.ના સીધા માર્ગદર્શન મુજબ આજરોજ અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઇ, અ.હે.કો. અનિલભાઈ રામચંદ્રભાઈ, અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઇ તથા અ.પો.કો. રાજીશભાઇ ગોપાળભાઇ સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં.૭૪૮/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ (ઈ), ૮૧ મુજબના ગુનાનો આરોપી દિલેશભાઇ ઉર્ફે નિલેષ ફતેસીંગ માવચી, રહે-ખેખડા, દોરીપાડા ફળીયુ, તા-નવાપુર, જિ-નંદુરબાર(મહા.) સોનગઢના ચીમેર ગામે, બસ સ્ટેશન પાસે જાહેરમાં ઉભો છે અને તેણે શરીરે આછા બદામી કલરની ફૂલોની ભાતવાળી આખી બાયની શર્ટ પહેરેલ છે. તથા કમરે બ્લ્યુ કલરની જીન્સની પેન્ટ પહેરેલ છે તેવી ચોક્કસ બાતમી મળતા સોનગઢ પોલીસ સ્ટાફ્ના માણસો બાતમીવાળી જગ્યાએ જતા બાતમી મુજબના વર્ણન વાળો વ્યકિત હાજર મળી આવતા તેને આયોજન પુર્વક કોર્ડન કરી તેના નામઠામની ખાત્રી કરી ગુનાના સબંધે પુછપરછ કરતા તેણે ગુનાની કબુલાત કરી તેમજ આ ગુનામાં પોતાની ધરપકડ ટાળવા પોતે નાસતો ફરતો હોવાની કબુલાત કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ કર્મચારી :-
(1) અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઇ રાઉત, (2) અ.હે.કો. અનિલભાઈ રામચંદ્રભાઈ, (3) અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઇ વળિયા, (4) અ.પો.કો. રાજીશભાઇ ગોપાળભાઇ.