મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબારથી વીખૂટા પડેલ મહીલાનું પરીવારજનો સાથે સુખદ મિલન કરાવતું તાપી જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧ ભારત સરકાર પુરસ્કૃત મહીલા અને બાળ વિકાસ વિભાગ- તાપી સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર જનરલ હોસ્પિટલ કેમ્પસ, મેઈન બિલ્ડિંગ ની બાજુમાં અને જિલ્લા મહીલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં ‘સખી’ વન સ્ટોપ સેંટર ૨૪ કલાક કાર્યરત છે.
સખી વન સ્ટોપ સેંટર એટલે ગુજરાત રાજ્યમાં હિંસાથી પીડિત-શોષિત મહિલાઓ માટે વન સ્ટોપ સેંટર ખરા અર્થમાં સૌની ગરજ સારી રહ્યું છે. અને સંકટ સમયે તેમનો સાચો સાથી બનીને સમસ્યાઓનો ઉકેલ લાવી રહ્યું છે. જયાં પીડિત મહિલાઓ પોતાની દુખદ સમસ્યાઓના નિરાકરણ માટે પોતાના જીવન માં ચાલતી સામાજીક-સાંસારિક- કૌટુંબિક સમસ્યાઓ ને દિલ ખોલી વ્યક્ત કરે છે અને તેથી આવેલ પીડિત સાથે સાથી, સખી, મિત્ર બહેનપણી,સંગી જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આ સેન્ટર તાપી જિલ્લાના જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત છે જેમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સત્ર હેઠળ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કાયદાકીય સહાય, તબીબી સહાય,પોલીસ સહાય, હંગામી ધોરણે પાંચ દિવસનો આશ્રય નિ:શુલ્ક રીતે મળી રહે છે.
તાજેતરમાં જ તાપી જીલ્લાના ‘સખી’ વન સ્ટોપ સેંટરના કર્મચારીઓ દ્વારા મહારાષ્ટ્રથી વિખૂટા પડેલ મહિલાનું પરિવારજનો સાથે સુખદ મિલન માત્ર ત્રણ દિવસ ના ટુકા સમયગાળાની આદર કરાવ્યું હતું.
તાજેતરમાં રાત્રિના સમયગાળા દરમિયાન એક મહિલા વાલોડ તાલુકાના અંબાચ ગામેથી સી – ટીમ પોલીસ સ્ટાફને મળી આવી હતી. તેઓ કશું બોલી રહ્યા ન હતા તેથી મહિલાને સખી’ વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય માટે મૂકવામાં આવ્યા હતા.
મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેમને qગાવીત ભાષા-બોલી મા સેન્ટર ના કર્મચારીઓ દ્વારા કાઉન્સેલિંગ કરતા પોતાના ગામનું નામ, દિકરીનું નામ જણાવ્યુ હતું. તેથી તેઓના જણાવેલ સરનામાના આધારે ગામના સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સરપંચ દ્વારા મહિલાના પરિવારજનોને જાણ કરતા તેઓ મહારાષ્ટ્રના નવાપુર નંદુરબાર જિલ્લાના વડસાતરા ગામના છે એવું જણાવેલ અને ધરેથી સાત દિવસ પહેલા નીકળી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. અને તેઓના પરિવાર દ્વારા શોધ-ખોળ કરવામાં આવી હતી પરંતુ કશે મળ્યા ન હતા.
‘સખી’ વન સ્ટોપ સેન્ટર વ્યારા તાપીના ટેલિફોનિક જાણ થી મહિલા સખી’ વન સ્ટોપ સેન્ટર ખાતે છે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત છે એવું જણાવતા તેઓના પરિવારજનો ખુશ થઈ થઇ ગયા હતા.
ત્યાર બાદ જણાવેલ સેન્ટર પર મહિલાના પરિવારજનો તેમના અસલ આધાર – પુરાવા સાથે સેન્ટર ખાતે પહોંચી કેન્દ્ર સંચાલક શિલ્પાબેન અને કેરાવર્કર-કલ્પનાબેનને દ્વારા ગુમ થયેલ મહિલાના પરિવારના સભ્યોના આધાર -પુરાવા
ચકાસી પુરાવાની ખરાઈ કરવામાં આવી હતી.
મહિલાને સુરક્ષિત જોતા જ પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. તેઓની શોધ ખોળ આખરે સુખદ મિલનમાં પરિવર્તી અને આખરે સાત દિવસ થી પરિવારજનો થી વિખૂટી પડેલી મહિલાનું પરિવાર સાથે સુખદ ભેટ થઈ થઇ હતી.
તાપી જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડૉ. મનિશા મુલતાનીના સતત માર્ગદર્શન અને સહયોગથી વિખૂટા પડેલ મહિલા નું પરિવાર સાથે સુખદ મિલન કરાવતા મહિલાના પરિવારજનો થકી સખી વન સ્ટોપ સેન્ટરની આવી ઉમદા કામગીરીને બિરદાવી ને આભાર વ્યક્ત કર્યો હતો.
0000
]