ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કરંજ દ્વારા બાળકોનો આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમ સંદર્ભે સીકલસેલ સંબંધિત કામગીરી ઉપરાંત આરોગ્ય કાર્ડ (આભા કાર્ડ) બનાવવાની પણ કામગીરી કરવામાં આવી હતી.
ડો. ધવલ પટેલ અને ડો. હિરલ મહેતા (RBSK MO), ક્રિષ્ણા પટેલ (RBSK ફાર્માસિસ્ટ), વિલાસ તાવિયાડ (RBSK FHW), પિયુષ પટેલ (MPHW), દિક્ષિતા પટેલ (FHW) તથા નયના પટેલ (આશા ફેસીલીટર) એ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને શાળા સ્ટાફગણનાં સહયોગથી સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. શાળાનાં આચાર્ય રમેશ પટેલે અંતમાં RBSK ટીમ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવેલ છે.