તાપી જિલ્લાને સ્વચ્છ બનાવવાનામાં સક્રિય ભાગીદારી નોંધાવતા જાગૃત ગ્રામજનો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશન નેમ જનભાગીદારીથી જનઆંદોલનમાં પરિણમી છે. ત્યારે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે દર અઠવાડિયા માટે વિવિધ સ્થળોની સાફસફાઇ કરવામાં આવનાર છે. જે અન્વયે તા. ૨૩ થી ૨૮ ઓકટોબર સુધી શાળા, કોલેજ, આંગણવાડી અને યુનિવર્સિટીની સફાઇ વિશેષ ‘સફાઈ અભિયાન’ હાથ ધરવામાં આવી રહ્યું છે.
જે અન્વયે તાપી જિલ્લામાં ‘સ્વછતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત આજરોજ વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામે મંદિરની આસપાસ સાફ સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈની કામગીરી દ્વારા ગામને સ્વચ્છતાનોં સંદેશ આપી જાગૃત ગ્રામજનો તાપી જિલ્લાને સ્વચ્છ બનાવવાનામાં સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે.
૦૦૦