વ્યારા તાલુકાના કોહલી ગામેથી કુવામાં પડેલા દિપડાને રેસ્ક્યુ કરતા વ્યારા વન વિભાગની ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૫: નાયબ વન સંરક્ષકશ્રી, વ્યારા મદદનીશ વન સંરક્ષશ્રી તાપીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ વ્યારાની વ્યારા રેંજના કાર્ય વિસ્તારમાં આજે વ્યારા તાલુકાના કોહલી ગામેથી દિપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. કોહલી ગામના ગામઠાણ ફળિયામાં આવેલ કુવામાં વહેલી સવારે આશરે ૪ થી ૫ વર્ષનો નર દિપડો કુવામાં પડી જવા અંગે જાણકારી મળતા વ્યારા રેંજનો સ્ટાફ શ્રી એમ.જે.વણઝારા, રા.ફો. મીરપુર, શ્રી બી.એ.ચૌધરી, બીટગાર્ડ ધાટા, શ્રી એ.જે. ચૌધરી, બીટગાર્ડ આમણિયા, કુમારી સ્વેતલ એસ. ગામીત, બીટગાર્ડ ધામણદેવી- ૨ તથા કુ. અનિલાબેન એસ. ગામીત, બીટગાર્ડ ઉચામાળા વિગેર તથા RCSSGના મેમ્બર શ્રી સૂરજ ચૌધરી તથા તેમના સ્ટાફ દ્વારા દિપડાનું રેસ્ક્યુ ભારે જેહમત બાદ સફળતાપુર્વક કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ બાદ આ દિપડાને સુરક્ષિત રીતે જંગલમા છોડી દેવામાં આવ્યો હતો.
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other