તાપી જિલ્લાની અનેરી સિદ્ધિ : કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીની ટિમ રાજ્ય કક્ષાના વાઇબ્રન્ટ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા-૨૩માં ત્રીજા ક્રમે
તાપી જિલ્લાની સ્થાપના બાદ રાજ્ય કક્ષાએ પ્રાચિન ગરબાની પહેલી સિદ્ધિ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :, તા.૨૩ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની વિદ્યાર્થીનિઓએ રાજ્ય કક્ષાના વાઇબ્રન્ટ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા-૨૦૨૩માં GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે તાપી જિલ્લાનું પ્રતિનધિત્વ કર્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ દ્વારા પ્રાચીન ગરબા રજુ કરવામાં આવ્યા હતા. જેમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી દિકરીઓએ રાજ્ય કક્ષાના વાઇબ્રન્ટ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા-૨૦૨૩માં પ્રાચીન ગરબામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
તાપી જિલ્લો સુરત જિલ્લામાંથી વિભાજન થયા બાદ આ રાજ્ય કક્ષાની પહેલી સિદ્દી છે કે જેમાં તાપી જિલ્લાની પ્રાચિન ગરબાની ટીમે રાજ્ય કક્ષાએ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લાની તમામ દીકરીઓ એ ખૂબ મહેનત કરી અને તજજ્ઞ મિત્રોનું યોગ્ય માર્ગદર્શન મેળવી કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની ટીમે સમગ્ર તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સફળતા બદલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપીના અધિકારી અમૃતા ગામીત દ્વારા ૧૭મી ઓકટોબરનાં રોજ યોજવામાં આવેલ સંગીત-કલા અને સાહિત્ય માર્ગદર્શન શિબિરનો ફાળો અસરકારક રહ્યો હતો.
આ રાજ્ય કક્ષાની સિદ્ધિ બદલ ગ્રામ સેવા સમાજ વ્યારાનાં પ્રમુખ શ્રી, મંત્રીશ્રી, અધ્યાપન મંદિરનાં આચાર્ય અને શિક્ષક મિત્રો સહિત જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત તથા તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
0000