ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં વિવિધ સમિતિની રચના
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ તરીકે વિજયભાઈ ચૌધરી તથા સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ તરીકે કલ્પનાબેન વાઘેરાની સર્વાનુમતે વરણી થતા તેઓએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો.
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં થોડા સમય પૂર્વે પ્રમુખ તરીકે સુરેશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ વાઘમારેએ વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો હતો.જ્યારે કારોબારી અને સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષોની વરણી બાકી હતી.આજરોજ આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરી અને તાલુકા વિકાસ અધિકારી યગ્નેશ અડની ઉપસ્થિતમાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.આહવા તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિનાં અધ્યક્ષ તરીકે વિજયભાઈ મહાદુ ચૌધરીની તથા સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ તરીકે કલ્પનાબેન મહેન્દ્રભાઈ વાઘેલાની સર્વાનુમતે વરણી થતા તેઓએ વિધિવત રીતે પદભાર સાંભળી લઈ વિકાસકીય કામો પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.આ અવસરે ડાંગ જિલ્લા ભાજપ મહામંત્રી હરિરામ સાવંત, આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ ચૌધરી,માજી તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત, હીરાભાઈ રાઉત,ઉપ-પ્રમુખ કમલેશભાઈ વાઘમારે,માજી ઉપપ્રમુખ દેવરામ જાદવ,આહવા મંડળ ભાજપ પ્રમુખ શંકર પવાર, મહામંત્રી સતીશ સૈદાને તથા ભાસ્કર ચૌર્યા, સરપંચ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ ભોયે, તાલુકા સદસ્ય લક્ષ્મી ગવળી, ચિંતામણ ગવળી, મહેન્દ્ર વાઘેરા સહિતના આગેવાનો અને પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી નવનિયુક્ત અધ્યક્ષોને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે ડાંગ જિલ્લા ભાજપા પ્રભારી રાજેશભાઈ દેસાઈ અને ડાંગ ભાજપા સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવીતે પણ બન્ને નવનિયુક્ત અધ્યક્ષોને અભિનંદન પાઠવી પ્રજાલક્ષી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો..