ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને ઉચ્છ્લ ખાતે “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ હેઠળ કિશોરી મેળો ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૧૯: મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની સંકલિત બાળ વિકાસ યોજના અને મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપીના સંયુક્ત ઉપક્રમે “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” થીમ આધારીત ઉચ્છલ તાલુકામાં સુમુલ શીત કેન્દ્રના સભાખંડમાં કિશોરી મેળાનું આયોજન ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતુ.
જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ વિભાગ હેઠળ વર્ષ-૨૦૧૫ થી “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના તથા વ્હાલી દિકરી યોજના વર્ષ -૨૦૧૯ થી કાર્યાન્વિત છે. આઇ.સી.ડી.એસ. ખાતે વર્ષ-૨૦૧૮-૧૯ થી પુર્ણા યોજનાના સુચકાંકમા દિકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ, બાળ લગ્ન પ્રતિબંધ સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી આ યોજનાના સંક્લનમાં ભારત સરકારની થીમ “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” હેઠળ ઉચ્છલ ખાતે તાલુકા કક્ષાનો “કિશોરી મેળા”નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા ૩૬૨ જેટલી કિશોરીઓ,કિશોરીઓના વાલીઓ, આંગણવાડી કાર્યકરોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” અભિયાન હેઠળ પ્રાસંગિક ઉદ્વબોદન કરતા ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતે અધ્યક્ષસ્થાનેથી કિશોરી મેળાના મુખ્ય હેતોઓ અંગે નાગરિકોને અવગત કર્યા હતા. તેમણે કિશોરીઓના જન્મ, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને કાયદાઓ અંગે જાગૃત બનવા અનુરોધ કર્યો હતો. તેમણે વાલીઓને બાળકોને આંગણવાડીમાં નિયમિત મોકલવા બાબતે, તથા કિશોરીઓને પોતાના રોંજિદા આહારમાં મિલેટનો ઉપયોગ અને વિવિધ ખાધ્ય જૂથોનો સમાવેશ કરવા સમજ કેળવી હતી. ધારાસભ્યશ્રીએ કિશોરી મેળાના હેતુઓ સાર્થક કરવા માટે અને બેટી બચાવો બેટી પઢાવો અને પૂર્ણા યોજનાનો યોગ્ય લાભ લેવાવાલીઓ અને કિશોરીઓને અનુરોધ કર્યો હતો. આ સાથે છેવાડાના લોકો સુધી કામ કરતા આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોને સારી કામગીરી કરવા બદલ પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
મહિલા અને બાળ અધિકારી ડો.મનિષા મુલતાનીએ સમાજમાં દિકરી અને દિકરા વચ્ચેના ભેદભાવને દુર કરીને દિકરીઓના જન્મદરમાં વધારો અંગે, ઘરેલુ હિંસા અંગે તથા કિશોરીઓના વાલીઓને પોષણ,આરોગ્ય,શિક્ષણ થકી સર્વાંગી વિકાસ અંગે જાણકારી આપી હતી. આ સાથે કિશોરીઓમાં કારકિર્દી ધ્યયો હાંસલ કરવા માટેની સમજ કેળવાય તથા કિશોરીઓ સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસ પૂર્વક આગળ વધે તે માટે માર્ગદર્શિત કર્યા હતા.
બાળ વિકાસ અધિકારીશ્રી જસ્મીના ચૌધરીએ પૂર્ણા યોજના અંતગર્ત પોષણની સેવાઓમાં પૌષ્ટીક આહાર “પૂર્ણા શક્તિ” અને તેમાથી બનતી વિવિધ વાનગીઓ અંગે વિસ્તારથી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ સાથે કિશોરીઓનું નિયમિત વજન અને ઉચાઇ તેમજ આર્યનની ગોળીનું મહત્વ સમજાવી આંગણવાડી કેન્દ્ર ખાતે મહિનાના ચોથા મંગળવારે પૂર્ણા દિવસ અંતગર્ત કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતગર્ત ચાલતી વિવિધ મહિલા લક્ષી યોજના જેવી કે,વ્હાલી દિકરી યોજના,ગંગા સ્વરૂપા આર્થિક સહયા યોજના,ગંગા સ્વરૂપા પુન: લગ્ન યોજના,મહિલા સ્વાવલંબન યોજના,સખી વન સ્ટોપ સેન્ટર, અને મહિલા માર્ગ દર્શન કેન્દ્રની વિસ્તૃત જાણકારી જિલ્લા મિશન કોર્ડીનેટર ( DHEW) શ્રી હેમંતભાઇ દ્વારા આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉચ્છલ તાલુકાના આંગણવાડી કાર્યકરો દ્વારા પૂર્ણા યોજનાનું નાટક તથા કિશોરીઓ દ્વારા ગરબાની રજુઆત કરી વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ધારાસભ્યશ્રી સહિત મહાનુભાવોએ આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા તૈયાર કરેલ “પૂર્ણા શક્તિ” અને મિલેટ્સમાંથી બનાવેલ વિવિધ ૨૫ વાનગીઓને જીણવટ પૂર્વક નિર્દશન કરી કઇ વાનગી માંથી કેટલુ પોષણ મળે તે અંગે માહિતી મેળવી અભિનંદન પાઠવ્યા હતા.
આરોગ્ય વિભાગના ડો.પ્રિતિનાબેન દ્વારા કિશોરીઓને એનીમીયા અને સિકસેલની માહિતી પુરી પાડી હતી.
કૃષી અને સહકાર વિભાગમાંથી શ્રી એચ.કેવાળા દ્વારા કિશોરીઓને મિલેટના મહત્વ વિશે સમજ આપી હતી.
સલમીબેન ગામીતને કિશોરી મેળામાં ૧૨% હિમોગ્લોબીન માટે એચ.બી કિવન જાહેર કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહિલા અને બાળ વિકાસ વિભાગના આઇ.સી.ડી.એસ અને મહિલાવિંગના અધિકારી/કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવી હતી.
૦૦૦૦૦૦૦૦૦