કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે જાગૃતિકરણ કાર્યશાળા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા એન્ટીમાયક્રોબીયલ રેઝિસ્ટન્ટ સુપરબગ અને વન હેલ્થ ફિશરીઝ નોડ બાબતે જાગૃતિ અભિયાન અંતર્ગત આજરોજ જાગૃતિકરણ કાર્યશાળા યોજવામાં આવેલ હતી. જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના એક્વાટીક બાયોલોજી વિષયના અનુસ્નાતક અને પી.એચડી. કક્ષાના કુલ ૩૦ વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો. કાર્યક્રમના ઉદઘાટનના પ્રસંગે ઉકાઈ મત્સ્યપાલન વિભાગના મદદનીશ મત્સ્યોદ્યોગ શ્રી જીગ્નેશ ગોહેલ અને સેન્ટર ઓફ એક્સલન્સના વડા ડો. સ્મિત લેન્ડે અને વિષય નિષ્ણાંત તરીકે મદદનીશ પ્રાધ્યાપક મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય હિમતનગરના ડો. સુજીતકુમાર હાજર રહેલ હતા. ડો. સુજીતકુમાર દ્વારા સાદર કાર્યશાળા દરમિયાન એન્ટીમાયક્રોબીયલ રેઝિસ્ટન્ટ વૈશ્વિક ઉપદ્રવ અને એ દ્વારા વાર્ષિક મૃત્યુદરનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે અને વૈશ્વિક રીતે સદર મૃત્યુદર ત્રીજા ક્રમે છે. જે એક ગંભીર ચિંતાનો વિષય છે. જે બાબતે સમાજના દરેક વ્યક્તિને આ બાબતે જાણ હોવી જરૂરી છે. આજે આપણે ડોક્ટર દ્વારા આપવામાં આવતી દવાઓ જ લેવી જોઈએ. અને બિનજરૂરિયાત દવાઓ ટાળવી જોઈએ. અંતે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.