જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા NCSC સંશોધન પ્રોજેકટના વીસ સ્પર્ધકોને વિશેષ માર્ગદર્શન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્રારા રાજ્યકક્ષા માટેના NCSC સંશોધન પ્રોજેકટ સ્પર્ધાના તાપી અને સુરત જીલ્લાના ફૂલ વીસ સ્પર્ધકો અને ગાઈડ ટીચર ને અનુભવી નિર્ણાયકો દ્રારા વિશેષ માર્ગદર્શન.
આજરોજ ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્રારા સુરત શહેરમાં સી.સી.શાહ એક્સરીમેન્ટલ શાળામાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ૨૦૨૩ ના રાજ્યકક્ષાએ ભાગ લેનાર દ્શ તાપી અને સુરત જીલ્લાના દ્શ શ્રેષ્ઠ સંશોધન પ્રોજેકટૉને અનુભવી NCSC ના નિર્ણાયકો રંજનબેન, પ્રહર્ષાબેન, સુનીલભાઈ અને કાન્તીભાઈ દ્રારા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન, માહિતી, સમજણ આપી સ્પર્ધકોના મુઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું. ખૂબ સારી રીતે સ્પર્ધકો અને ગાઈડ ટીચરોને રસ રૂચી વધારવા સાથે ડર રાખ્યા વિના આત્મવિશ્વાસ સાથે જીજ્ઞાસા વૃત્તિ વધે તેવા પ્રયાસો આદર્યા હતા. જિલ્લાના ડાયરેક્ટર કેતન શાહ દ્રારા બંને જીલ્લાનું સંકલન કરી આગામી દિવસોમાં રાજ્ય સ્તરે બંને જીલ્લાના બાળ વૈજ્ઞાનિકો નામ રોશન કરે તેવી સુભાશિષ આપી આવકાર સ્વાગત અને જરૂરી સમજ આપી.