ઉમરપાડા પોલીસ મથક ખાતે કોરોના વાયરસ પતિ રોધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
Contact News Publisher

ડિવાઇન લાઇફ કેર ફાઉન્ડેશન બારડોલી દ્વારા માસ્કનું વિતરણ કરાયું
(નિલય ચૌહાણ દ્વારા, દેગદિયા-માંગરોળ) : ઉમરપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશન કેમ્પસ ખાતે કોરોના વાયરસ પ્રતિરોધક આયુર્વેદિક ઉકારાનું પોલીસ સ્ટાફ અને જીઆરડીના જવાનોને વિતરણ કરાયું હતું ઉમરપાડા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી. ભરવાડના નેતૃત્વ હેઠળ આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમનો આયોજન કરાયું હતું. ઉપરોક્ત આયુર્વેદિક ઉકાળો ચિટલડા સરકારી આરોગ્ય કેન્દ્ર તેમજ આયુર્વેદિક મેડિકલ ચીફ ઓફિસર તારકભાઇ અધવ્યું ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો તેમજ ડિવાઇન લાઇફ કેર ફાઉન્ડેશન બારડોલી તરફથી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉમરપાડા પોલીસ કર્મચારી સ્ટાફ તેમજ અન્ય લોકોએ પણ આયુર્વેદિક ઉકાળો નો લાભ લીધો હતો..
