છોટા હાથી ટેમ્પોમાં મરચાની ગુણોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.-પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એલ.સી.બી. તાપીના પી.આઈ.શ્રી આર.એમ. વસૈયા સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ તથા પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે “ને.હા.નં.-૫૩ સોનગઢથી સુરત જતા રોડ પર એક પીળા કલરનો ટાટા ACE મીની ટેમ્પો નં.- GJ-02-Z- 6863માં બે લોકો પાછળના ભાગે મરચાની ગુણની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નંદુરબારથી નીકળી સુરત તરફ જનાર છે.” જે બાતમી આધારે પોલીસ વીરપુર ગામની સીમમાંથી પસાર થતા ને.હા.નં.૫૩ પર ભારત પેટ્રોલીયમ કંપનીના (ઘર) પેટ્રોલ પંપ સામે સોનગઢથી સુરત જતા ટ્રેક પર વોચમાં હતી તે દરમ્યાન સોનગઢ તરફથી બાતમીવાળો એક પીળા કલરનો ટાટા ACE છોટા હાથી ટેમ્પો નં.- GJ-02-Z-6863 આવતા પોલીસના માણસોએ લાકડી તથા ટોર્ચના ઇશારે વડે ઉભો રાખવાનો પ્રયત્ન કરતા વાહન ચાલકે ટેમ્પો ઉભો નહિ રાખી આગળ હંકારી જતા પોલીસે ખાનગી વાહનોમા બેસી ટેમ્પોનો પીછો કરી વીરપુર ગામની સીમમાંથી પસાર થતા ને.હા.નં.૫૩ પર ભારત પેટ્રોલીયમ કંપનીના (ઘર) પેટ્રોલ પંપ સામે સોનગઢથી સુરત જતા ટ્રેક પર ખાનગી વાહનોની આડાશ કરી આયોજન પુર્વક કોર્ડન કરી, રોકી લીધો હતો અને ટેમ્પો ચેક કરતા પાછળના ભાગે મરચા ભરેલ પ્લાસ્ટીકની ગુણો હતી જે મરચાની ગુણો હટાવી જોતા ખાખી કરલના પુંઠાના બોક્ષમાં ભારતીય બનાવટની ઇમ્પેરીયલ બ્લ્યુ વ્હિસ્કીની કાચની નાની બોટલો ભરેલ હતી. પોલીસે (૧) દિપક બંસીલાલ પાટીલ, ઉં.વ.૩૫, રહે. એક્તાનગર, નંદુરબાર, તા જી નંદુરબાર (મહારાષ્ટ્ર) (૨) આઝીમ જાકીર ઇનામદાર, ઉ.વ.રર, રહે, જામા મસ્જીદ, સાક્કી રોડ, નંદુરબાર તા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર નાએ વગર પાસ-પરમિટે પોતાના કબ્જાના ટાટા ACE છોટા હાથી ટેમ્પો નં.-GJ-02-2-6863, આશરે કિં. રૂ! ૧,૦૦,૦૦૦/- માં મરચાની ગુણોની આડમાં ભારતીય બનાવટની ઇમ્પેરીયલ બ્લ્યૂ વ્હિસ્કીની કંપની સીલબંધ ઇંગ્લીશ દારૂની નાની બોટલો કુલ-૧૨૦૦, કુલ કિંમત રૂ! ૧,૨૦,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ ની હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૦૨, કિં.રૂા ૫,૦૦૦/-, રોકડા રૂ! ૩,૮૫૦/- તથા મરચા ભરેલ પ્લાસ્ટીકની ગુણો કુલ-૧૫, જેમા મરચા આશરે ૪૫૦ કિ.ગ્રા., જેની આશરે કિં. રૂ! ૯,૦૦૦/- મળી કુલ્લે રૂ! ૨,૩૭,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી વ્યારા પોલીસ સ્ટેશન દ્વારા થઈ રહી છે.
કામગીરી કરનાર ટીમ
પો.ઇન્સ.શ્રી, આર.એમ. વસૈયા, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. જગદીશભાઇ જોરારામભાઇ બિશ્નોઇ, અ.હે.કો. અનિરૂધ્ધ દેવસિંહ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.