સ્વચ્છતા હી સેવા : બજાર, જાહેર રસ્તાઓ, ગ્રામપંચાયતના ઘરો, આંગણવાડી, મંદીરો, બસ સ્ટેન્ડ, જેવા સ્થળોએ ગ્રામ પંચાયત સભ્યો,સરપંચશ્રી અને જાગૃત ગ્રામજનો દ્વારા સામૂહિક સાફ સફાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.15: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘ગાંધી જયંતી’ બાદ બે મહિના માટે “સ્વચ્છતા હી સેવા” ઉપક્રમને જાળવી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલનાર છે.
જે અન્વ્યે તાપી જિલ્લામાં નાગરિકોના સમર્થનથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાચા અર્થમાં જનઆંદોલન બન્યું છે. તાપી જિલ્લામાં વિવિધ જાહેર જગ્યાઓ જેમ કે, બજાર વિસ્તાર, બસ સ્ટેન્ડ, જાહેર રસ્તાઓ, ગ્રામપંચાયતના ઘરો, આંગણવાડી, મંદીરો જેવા સ્થળોએ ગ્રામ પંચાયત સભ્યો,સરપંચશ્રી અને જાગૃત ગ્રામજનો દ્વારા સામૂહિક સાફ સફાઈ કરવામાં આવી રહી છે.
તાપી જિલ્લામાં દરેક નાગરીક પોતાની આસપાસની ગંદકી દૂર કરી, સ્વચ્છતા રાખવા માટે વધુ કટિબદ્ધ બને તે સમયની માંગ છે. દરેક ગુજરાતી એક નાનું ડગલું સ્વચ્છતા તરફ માંડશે, તો જોત જોતામાં આપણું ‘ગુજરાત વધુ સ્વચ્છ અને સુંદર’ બનશે. સાથે પ્રજાજનોને દૈનિક જીવન ધોરણમાં પણ સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન થશે.
00000000000