સ્વચ્છતા હી સેવા : નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામ ખાતે સામુહિક સાફસફાઇ હાથ ધરી પ્લાસ્ટીકનો કચરો એકઠ્ઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :.તા.12: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના “સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન આગામી બે માસ સુધી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં સમગ્ર જિલ્લા તંત્રના સંકલન થકી વિવિધ સ્થળોએ સ્વચ્છતાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જનભાગીદારીમાં આજરોજ નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામ ખાતે પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, સખી મંડળની બહેનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ પ્રસંગે ગામના મુખ્ય બજાર ખાતે સામુહિક સાફસફાઇ હાથ ધરી પ્લાસ્ટીકનો કચરો એકઠ્ઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
૦૦૦૦