નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકે લીધી સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડુતની મુલાકાત લીધી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈ (ડાંગ) ના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. નીકુલસીંહ એમ. ચૌહાણ દ્વારા એક એકરથી પણ વધુ વિસ્તારમાં સ્ટ્રોબેરીનું વાવેતર તથા ટામેટાં, મરચાં, રીંગણ વગેરે જેવા પાકોમાં મલ્ચીંગ પધ્ધતિથી વાવેતર કરતા આહવા તાલુકાના બોરીગાંવઠા ગામના ગણેશભાઈ ગાયકવાડના ખેતરની મુલાકાત લીધી હતી. કે.વિ.કે., વઘઈના વૈજ્ઞાનિકો ડૉ. જે.બી. ડોબરીયા અને ડૉ. સાગર પટેલ સાથે ડૉ. એન.એમ. ચૌહાણ દ્વારા આ મુલાકાતમાં ડાયગ્નોસ્ટીક વિઝીટ, ફાર્મ વિઝીટ, વૈજ્ઞાનિકોની ખેડુતના ખેતર પર મુલાકાત જેવી પ્રવૃત્તિઓ દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતિથી સ્ટ્રોબેરી અને શાકભાજી પાકોનું વાવેતર ગામના અન્ય ખેડુતો પણ કરતા થાય અને આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે ગેણેશભાઈને સલાહ-સૂચન આપવામાં આવી હતી. ડૉ. એન.એમ. ચૌહાણ દ્વારા સ્ટ્રોબેરીનું વાવેતર ડાંગ જિલ્લામાં વધારે ખેડુતો કરતા થાય તે માટે ગણેશભાઈ અને કે.વિ.કે., વઘઈને આ બાબતે પ્રયત્ન કરવા પણ જણાવ્યું હતું. ગણેશભાઈની ખુબજ સુઝ સમજથી કરેલી વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ ખરેખર અન્ય ખેડુતો માટે માર્ગદર્શક છે. ડો. એન.એમ. ચૌહાણ દ્વારા કારેલા પાકનો મંડપ પધ્ધતથી વાવેતર કરવા તથા તેમાં રોગ-જીવાત અટકાવવા ફળમાખી ટ્રેપનોઉપયોગ કરવાની સલાહ અપાઈ હતી.