આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ : ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ સૂત્રને સાર્થક કરતી દ્ષ્ટિ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ નગરનાં ઝાંપાફળિયા નિવાસી સારસ્વત દંપતી વિજય પટેલ અને કલ્પના પટેલની પ્રતિભાવંત દીકરી દ્ષ્ટિ પટેલ ગુજરાત હાઇકોર્ટમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે પસંદગી પામેલ છે. ખૂબ જ નાની વયે તેણીએ આ પદભાર સંભાળી સમગ્ર કોળી પટેલ સમાજનું નામ રોશન કરેલ છે.
આજરોજ 11 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસનાં ગૌરવવંતા અવસરે આ દ્રષ્ટિવંત દીકરીનાં પિતા વિજય પટેલે ગૌરવભેર જણાવ્યું હતું કે બાળપણથી જ અસાધારણ કારકિર્દી બનાવવાનો દ્ઢ સંકલ્પ ધરાવતી દ્ષ્ટિ પોતાની અપેક્ષા મુજબ શ્રેષ્ઠતમ સ્થાને પહોંચી ખરા અર્થમાં ઘર આંગણનો તુલસી ક્યારો બની છે.
‘બેટી બચાવો-બેટી પઢાઓ’ નાં સૂત્રને આત્મસાત કરનારા માવતરની અપેક્ષાને પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતી આ દીકરીએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી પોતાનાં પરિવાર, માદરે વતન હાંસોટ સહિત ઓલપાડ તાલુકાનું પણ નામ રોશન કરેલ છે. તેણીની આ નોંધપાત્ર નિયુક્તિ બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ડી.આર.રાણા વિદ્યાસંકુલ સુરત, ઓલ ઇન્ડિયા એડવેન્ચર ગૃપ, હાંસોટ મિત્ર મંડળ સહિત કોળી પટેલ સમાજનાં અગ્રણીઓએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.