આંતરરાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી નિમિત્તે “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” થીમ આધારિત તાપી જિલ્લાકક્ષાનો કિશોરી મેળો યોજાયો
મહિલા અને બાળ વિભાગ અને આઇસીડીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, વ્યારા ખાતે “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” થીમ અંતર્ગત જિલ્લાકક્ષાનો કિશોરી મેળો યોજાયો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧ મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ વિભાગ હેઠળ વર્ષ 2015 થી “બેટી બચાવો બેટી પઢાવો” યોજના તથા વહાલી દીકરી યોજના વર્ષ ૨૦૧૯ થી કાર્યાન્વિત છે આઇ.સી.ડી.એસ ખાતે વર્ષ ૨૦૧૮-૧૯ થી પુર્ણા યોજનાના સુચકાંકમા દીકરી જન્મને પ્રોત્સાહન દિકરીઓના શિક્ષણ, પોષણ, બાળ લગ્ન પ્રતિબંધ સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી આ યોજનાના સંકલનમાં ભારત સરકારની થીમ “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત”થીમ હેઠળ જિલ્લા તથા બ્લોક કક્ષાએ “કિશોરી” મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ વિભાગ અને આઇસીડીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, વ્યારા ખાતે તાપી જિલ્લાકક્ષાનો “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” કિશોરી મેળો યોજાયો હતો.
આ પ્રસંગે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળામાં પ્રસંગિક ઉદ્બોધન આપતા આઈ.સી.ડી.એસ.ના જિલ્લા પ્રોગ્રામ ઓફીસર તન્વી પટેલે જણાવ્યું હતુ કે કિશોરીઓને સ્વાસ્થ્ય, સુરક્ષા અને સ્વનિર્ભરતા તથા કોઈ પણ સમસ્યા અંગે વાતચીત અને સલાહ સુચન લેવામાં ખચકાવુ ના જોઈએ એમ સમજ કેળવીને “પૂર્ણા યોજના” અંતર્ગત આંગણવાડીમાં આપવામાં આવતી તમામ સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.તથા કીશોરીઓએ યોજનાકિય માહિતી મેળવી તેને પોતાના જિવનમાં ઉપયોગ કરવા અંગે જણાવ્યું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ડૉ. મનીષા મુલતાની “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત”થીમ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો અંગે વિગતે માહિતી પુરી પાડી હતી.
તેમજ જુદા-જુદા વિભાગો દ્વારા “કિશોરી મેળા”માં કિશોરીઓના જન્મ શિક્ષણ સલામતી, સુરક્ષા અને સશક્તિકરણ, વિવિધ યોજનાની જાણકારી, પુર્ણા યોજના અંગે મહિતી,આંગણવાડીમાં નિયમિત આવવાના લાભ, પોષણ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, ઘરેલું હિંસા વિશે તેમજ દિકરા-દિકરી વચ્ચેના ભેદભાવ દૂર કરવા આ સિવાય શિક્ષણનું મહત્વ એનિમિયાના નિવારણ માટે લેવાના પગલાં, સ્વ-બચાવની તાલીમ, બેન્ક અને પોસ્ટ અંગે અગત્યની યોજનાઓ અંગેની જુદા જુદા મહાનુભવો દ્વારા વિગતે માહીતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોના હસ્તે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ વ્હાલી દિકારી યોજનાના ૧૭ જેટલા મંજુરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત”થીમ અંતર્ગત વિવિધ વિભાગોના યોજનાકિય 9 જેટલા સ્ટોલો પ્રદર્શન માટે મુકવામાં આવ્યા હતા.જેથી કિશોરીઓને લગતી યોજનાઓની મહિતી તેમને એકજ સ્થળેથી મળી રહે.તેમજ મહિલા અને બાળ વિભાગ દવારા કિશોરીઓને સેનેટરી પેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હસ્તક મહિલા કલ્યાણ વિભાગ હેઠળના તથા આઇસીડીએસ વિભાગના અધિકારી કર્મચારીઓ, લીડબેંક મેનેજરશ્રી રસિક જેઠવા, કૃષિ વિજ્ઞાન કેંદ્રના અધિકારીશ્રી, સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યાઓમાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
નોંધનિય છે કે આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ ઉજવણી નિમિત્તે “ભારત સરકારની “ સશકત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ હેઠળ જીલ્લા તથા તાલુકા કક્ષાએ 11 થી 13 ઓક્ટોબરન દરમિયાન તાપી જિલ્લામાં કિશોરી મેળો યોજાનાર છે.
00000