સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવામા ‘સ્ટાર્ટઅપ વિકાસ માટે વાતાવરણ નિર્મિતિ’ થીમ ઉપર એક દિવસીય વર્કશોપ યોજાયો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :: તા: 11 : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ડાંગ ખાતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી સ્કીમ Student Startup & Innovation Policy હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪મા કોલેજને અનુદાન આપવામા આવેલ છે. જે અંતર્ગત SSIP સમિતિ દ્વારા કોલેજના આચાર્યશ્રી ડૉ. યુ.કે.ગાંગુર્ડેના અધ્યક્ષતામા ‘સ્ટાર્ટઅપ વિકાસ માટે વાતાવરણ નિર્મિતિ’ થીમ ઉપર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.

આ વર્કશોપમા ડાંગના સફેદ મુસળીની ખેતી કરનાર સફળ ખેડૂત શ્રી.જયેશભાઈ મોકાશીએ સફેદ મુસળીની ખેતી પર પોતાનુ વક્તવ્ય રજુ કરી તેમજ પોતાના અનુભવો જણાવ્યા હતા. EDII સંસ્થા વતી શ્રી નિલેશભાઈ ભિવસન દ્વારા ડાંગ જિલ્લામા ઔદ્યોગિક સાહસિકતા અને મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) વિશેની માહિતી આપી સાથે કોલેજના નવયુવાનો અને યુવતીઓ પોતાની રોજગારીની તકો કઈ રીતે ઊભી કરી શકે જે અંગે જાણકારી આપી હતી. આગાખાન સંસ્થાના પ્રતિનીધી શ્રી જગદીશભાઇ ગાયકવાડે યુવા જંકશન (YUVA JUNCTION) યોજનામા યુવાઓ જોડાઈને ટ્રેનિંગ, કોઉન્સેલિંગ અને પ્લેસમેન્ટ થકી ઉદ્યોગ સાહસિકતા કેળવી શકે જે અંગેની માહિતી આપી હતી.

કોલેજના આચાર્યશ્રી ડૉ. યુ.કે.ગાંગુર્ડે દ્વારા વિદ્યાર્થીઓને સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન વિશે માહિતગાર થાય તથા વિધ્યાર્થીઓ રહેલ શારીરિક અને માનસિક કુશળતાનો વિકાસ થાય તે હેતુ સર માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. તેમજ વિદ્યાર્થીઓ નવયુવાનો અને યુવતીઓ કોલેજના નામથી સંગઠન બનાવીને સાહસિકતાનો પ્રયાસ કરે તે માટે આચાર્યશ્રીએ આહવાન કર્યું હતુ.

આ કાર્યક્રમમા કોલેજ અધ્યાપકશ્રીઓ અને ( B.A./B.Com ) ના ૯૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ સુચારુ સંચાલન SSIP સમિતિના પ્રા.આશુતોષ કરેવારએ કર્યું હતુ. તેમજ પ્રો.પરેશ લાલૈયાએ આભારવિધિ આટોપી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *