એસ્પિરેશનલ બ્લોક સુબિર ખાતે સપ્તાહંતે ‘સંકલ્પ સપ્તાહ-સમાવેશ સમારોહ’ યોજાયો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૧૧: દેશ સમસ્તમાં ઉજવાઈ રહેલા ‘સંકલ્પ સપ્તાહ’ ના કાર્યક્રમો પૈકી સપ્તાહંતે ‘સંકલ્પ સપ્તાહ-સમાવેશ સમારોહ’ કાર્યક્રમ ડાંગ જિલ્લાના એકમાત્ર સુબિર એસ્પિરેશનલ બ્લોક ખાતે યોજાઈ ગયો.
નીતિ આયોગના ‘આકાંક્ષી તાલુકા પ્રોગ્રામ’ અન્વયે આયોજિત ‘સંકલ્પ સપ્તાહ’ કાર્યક્રમના સમાપન દિને યોજાયેલા “સંકલ્પ સપ્તાહ-સમાવેશ સમારોહ”માં નીતિ આયોગ દ્વારા સૂચવેલ સમય પત્રક, અને વિવિધ વિભાગોની થીમ આધારિત કાર્યક્રમો અન્વયે ડાંગ જિલ્લાના એસ્પીરેશનલ બ્લોક સુબિર ખાતે સંબંધિત વિભાગો દ્વારા તા.૩ ઓકટોબર થી તા.૯ ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંપૂર્ણ સ્વાસ્થય એક સંકલ્પથી લઈને સમૃદ્ધિ મેળાનું આયોજન ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અંતે તા.૯ ઓક્ટોબરના રોજ સંકલ્પ સપ્તાહની પૂર્ણાહુતિના ભાગરૂપે “સંકલ્પ સપ્તાહ-સમાવેશ સમારોહ” અન્વયે વિવિધ વિભાગના અધિકારી,ઓ તથા કર્મચારીઓનીની ઉપસ્થિતમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં સમગ્ર સંકલ્પ સપ્તાહ દરમિયાન કાર્યક્રમમાં ખંતપૂર્વક કામ કરનાર ક્ષેત્રીય કર્મઠ અધિકારીઓ તથા કર્મચારીઓની કામગીરી બદલ તેઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા એસ્પિરેશનલ બ્લોક સ્ટ્રેટર્જી તથા આરોગ્ય, પોષણ, શિક્ષણ, સામાજિક વિકાસ, બૅન્કિંગ, પ્રધાનમંત્રી આવાસ વિગેરેને લગતા ૩૯ ઇન્ડિકેટર્સ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા ક્ષેત્રીય અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓએ હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
–