“સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા જાળવવા સંકલ્પબદ્ધ થતા તાપી જિલ્લાવાસીઓ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૧૧: ભારત સરકારશ્રીના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર,2023 સુધી દેશવ્યાપી “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી કરવાનો ઉદ્દેશ ભારતીય સ્વચ્છતા લીગ 2.0, સફાઈમિત્ર સુરક્ષા શિબિર અને સામુહિક સ્વચ્છતા અભિયાન જેવી વિવિધ પ્રવૃત્તિઓ મારફતે દેશભરમાં કરોડો નાગરિકોની ભાગીદારી એકઠી કરવાનો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને “સ્વચ્છતા હી સેવા” અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે ફરીવાર આગામી ૮ અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.
તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના સફળ માર્ગદર્શન હેઠળ અબાલ-વૃદ્ધ સૌ કોઈને આ ઝુંબેશમાં જોડી સક્રિય રીતે સ્વચ્છતા જાળવવા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા જાળવવા તાપી જિલ્લાવાસીઓ સંકલ્પબદ્ધ થઇ રહ્યા છે. જેના ભાગરૂપે આજે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનાં ગ્રામ પંચાયત ઉચ્છલ હાટ બજાર તથા સોનગઢ અમલપાડા ગ્રામપંચાયતની આજુબાજુ સાફસફાઈ કરવામાં આવી હતી.
આ ઉપરાંત વ્યારાના બાલપુર ગ્રુપમાં સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત મિટીંગ યોજવામાં આવી હતી. આમ રાજ્ય સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સાથે જોડીને સફાઈનું શ્રમ કાર્ય ચાલી રહ્યું છે.
000