મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ તેમના વિભાગ હસ્તકના અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તા: ૫: તાપી જિલ્લાની આકસ્મિક મુલાકાતે પધારેલા મહિલા બાળ કલ્યાણ, અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ વ્યારા ખાતે તેમના વિભાગ હસ્તકના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

સ્વસ્થ સમાજ નિર્માણની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત મહિલા અને બાળ કલ્યાણ વિભાગની બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને પુરી પડાતી સેવા, સુવિધાઓનો તાગ મેળવી મંત્રીશ્રીએ, અમલીકરણ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મંત્રીશ્રીએ જિલ્લાના ICDS વિભાગ સહિત સમાજ કલ્યાણ, અને દહેજ પ્રતિબંધક કચેરીની કામગીરીનો વિગતે ચિતાર મેળવ્યો હતો.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other