તાપી જીલ્લાના નિઝર અને કુકરમુંડામાં ‘‘સંકલ્પ સપ્તાહ’’ ની ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ કેમ્પ યોજાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૪ ‘‘સંકલ્પ સપ્તાહ’’ ઉજવણી સંદર્ભે તાપી જીલ્લાના એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડા તાલુકામાં તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સગર્ભા આરોગ્ય તપાસ, રસીકરણ, નોન કોમ્યુનિકેબલ ડિસીઝ સ્ક્રીનીંગ, એનીમિયા ટેસ્ટ અનેસ્ક્રીનીંગ, પ્રિઝ્મ્પટીવ ટી.બી. સ્ક્રીનીંગ, નિક્ષયમિત્ર નક્કી કરવા, ટી.બી. ચેમ્પીયન રેલી યોજવામાં આવી હતી.
‘‘સંકલ્પ સપ્તાહ’’ ઉજવણી કાર્યક્રમ દરમ્યાન નિઝર અને કુકરમુંડામાં થયેલ વિવિધ આરોગ્યપ્રવૃત્તિઓ દરમ્યાન ૨૦૯ સગર્ભાની આરોગ્ય તપાસ, ૧૮૪ બાળકોનું રસીકરણ, ૪૨૪૭ વ્યક્તિઓનું ડાયાબિટીસ અને હાયપરટેન્શન સ્ક્રીનીંગ, ૧૪૦૩ એનીમિયા ટેસ્ટ જે પૈકી ૧૮૫ એનીમિક મળી આવ્યા હતા જેમને સારવાર આપવામાં આવી હતી. ટી.બી. હારેગા, દેશ જીતેગા અંતર્ગત ૩૩ વ્યક્તિઓનું ટી.બી. સ્ક્રીનીંગ, ૮ નિક્ષય મિત્ર તૈયાર કરવામાં આવ્યા તથા ૧૧૭ ટી.બી. ચેમ્પીયનોએ રેલીમાં ભાગ લીધો હતો. આમ કૂલ-૬૨૦૧ લાભાર્થીઓએ ઉજવણી કાર્યક્રમનો લાભ લીધો હતો.
0000