તાપી જિલ્લાના વ્યારા ખાતે પૂ.મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરાઇ

Contact News Publisher

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૪મી જન્મ જયંતી નિમિત્તે આજે વ્યારા ખાતે નગર પાલીકા પ્રમુખશ્રી રિતેષભાઇ ઉપાધ્યાયના હસ્તે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી

મહાત્મા ગાંધીજીની ૧૫૪મી જન્મ જયંતી નિમિત્તે આજથી તા.૮મી ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહ“ અને “વન્ય જીવ સપ્તાહ” કાર્યક્રમને ખુલ્લો જાહેર કરાયો


(પ્રતિનિધિ દ્વારા, વ્) :  તા.૦૧: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૪મી જન્મ જયંતી નિમિત્તે આજે વ્યારા ખાતે વ્યારા નગર પાલીકા પ્રમુખશ્રી રિતેષભાઇ ઉપાધ્યાયના હસ્તે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી સુત્તરની આટી અર્પણ કરવામાં આવી હતી.

વધુમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૪મી જન્મ જયંતી નિમિત્તે આજથી તા. ૦૮-૧૦-૨૦૨૩ દરમ્યાન “ગીર” ફાઉન્ડેશન – ગાંધીનગર, જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી, વ્યારા, જિ. તાપી અને ગુરુકૃપા સેવામય ટ્રસ્ટ, વ્યારા, જિ. તાપીનાં સહયોગથી “નશાબંધી સપ્તાહ“ અને “વન્ય જીવ સપ્તાહ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આજે તા.૦૨-૧૦-૨૦૨૩ના રોજ સવારે ૦૯.૩૦ કલાકે વ્યારા સ્થિત સુરભી ટાવર પાસે, હેપીનેઝ સર્કલ પાસે, ‘ગાંધીજીની પ્રતિમા’ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજેશભાઈ રાણા, રાકેશભાઈ કાચવાલા, ગુરુકૃપા સેવામય ટ્રસ્ટ, વ્યારા અને “NGC” કાર્યક્રમ તાપી જિલ્લા સંકલનકાર ‘‘ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગરનાશ્રી યોગેશ પટેલ અને જિલ્લા નશાબંધી સમિતિ અને અધિક્ષક- નશાબંધી અને આબકારી વ્યારા, તાપીના શ્રી તુષાર ધામેચા સહિત વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

0000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other