તાપી જિલ્લાની 1049 આંગણવાડી કેન્દ્રો ખાતે “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશના ભાગરૂપે સામુહિક સફાઇમાં ગ્રામજનો સહભાગી થયા
કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન રાખવાની સ્વચ્છતા તથા બાળકને જમાડતા પહેલા હાધ ધોવા અંગે ગ્રામજનોને જાગૃત કરાયા
–
આંગણવાડીની આસપાસ મેદાન અને સાર્વજનિક જગ્યાઓ, મેદાનોની સફાઇ અને નિંદણકામ પણ કરી સમગ્ર કેદ્ન્રને સ્વચ્છ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧: જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ કચેરી તાપી દ્વારા પોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલના માર્ગદર્શન હેઠળ આજે “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશના ભાગરૂપે “એક તારીખ એક કલાક” થીમ હેઠળ જિલ્લાના તમામ 1049 આંગણવાડી કેન્દ્રોમાં સવારે 10:00 કલાકે સામુહિક સફાઇ અભિયાન હાથ ધરવામા આવી હતી. આ સાથે તમામ આંગણવાડી કેંદ્રો સવારે ખોલી કેન્દ્રની પહેલા સફાઇ કરવા આવી હતી. જેમાં ધાત્રી, કિશોરીઓ, ગામના આગેવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં આંગણવાડીની બહેનોએ ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી ખાસ કરીને બાળકોને જમાડતા પહેલા હાધ ધોઇને જ બાળકને ભોજન કરાવવા જણાવ્યું હતુ. આ સાથે કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન રાખવાની સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા. અંતે હેન્ડવોશનો ડેમોસ્ટેશન કરી સૌને હાથ સ્વચ્છ રાખવા અંગે જાણકારી આપી હતી.
આંગણવાડી કેન્દ્રની સાફસફાઇ કરવાની સાથે સાથે આંગણવાડીની આસપાસ મેદાન અને સાર્વજનિક જગ્યાઓ, મેદાનોની સફાઇ અને નિંદણકામ પણ કરી સમગ્ર કેદ્ન્રને સ્વચ્છ કરવામાં આવ્યું હતું. આમ, તાપી જિલ્લામાં ‘એક તારીખ,એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન અભિયાન સફળતાપૂર્વક યોજાયું હતું.
૦૦૦૦૦૦૦૦