હોમિયોપેથીક મેડિકલ કોલેજ તાડકુવામા ગાંધી જયંતિ નિમિત્તે “સ્વચ્છતા હી સેવા” અભિયાનની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારાએ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી, નવી દિલ્હી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના માર્ગદર્શન હેઠળ ગાંધી જયંતિ નિમિત્તે “સ્વચ્છતા હી સેવા” અભિયાનની ઉજવણી કરી. થીમ: “એક તારીખ એક ઘંટા”. (સવારે 10 થી 11 સુધી) તા. 01/10/23. કોલેજના વિદ્યાર્થી અને તાડકુવા ગામના સરપંચ, જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ ગામના સ્થાનિક લોકોએ આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તાડકુવા બસ સ્ટોપની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજ દ્વારા વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડો.(શ્રીમતી) જ્યોતિ રાવના સફળ માર્ગદર્શન હેઠળ ડો.સ્વપ્નીલ ખેંગાર અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.