કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા ૩૧મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC) સ્પર્ધા પી.પી. સવાણી વિદ્યામંદિર સ્કુલ કાટગઢ ખાતે યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ ગાંઘીનગર સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, તાપી ખાતે NCSC સ્પર્ધા પી.પી. સવાણી વિદ્યામંદિર કાટગઢ ખાતે યોજાઈ હતી. જેમાં તાપી જીલ્લાની જુદીજુદી શાળાના કુલ ૬૦ પ્રોજેક્ટો રજુ થયા હતા જેમાં જુનિયર ૬ થી ૮ અને સીનીયર ૯ થી ૧૦ ના વિદ્યાર્થીઓએ જુદાં જુદાં પાંચ વિષયો ઉપર પ્રોજેક્ટ રજુ કર્યા હતા. આં કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા તાલીમ ભવનના ઉપાચાર્ય રાજેશભાઈ ચૌધરી, શાળાના ટ્રસ્ટી નીરવભાઈ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતન શાહ તથા સુરત થી પધારેલા તમામ નિર્ણાયકો, ભરૂચ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના નિરીક્ષક તરીકે નિલેશભાઈ અને કેશાબેન પ્રજાપતિ પી.પી. સવાણીના આચાર્ય અંકીતભાઈ પટેલ અને ગજેરાભાઇ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપી, શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમા પી.પી. સવાણીના આચાર્ય અંકીતભાઈ એ આવકાર સ્વાગત પુષ્પ ગુચ્છ અને મોમેન્ટો આપી સૌને સન્માનિત કર્યા હતા. જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહના પ્રસંગોચિત ઉદબોધનમા વિજ્ઞાનના નવા અભિગમો, નવીન શોધખોળ, તકનીકી અને રીશર્ચ વિષે માહિતીઓ આપી બાળકોને વિજ્ઞાનની ગતિવિધિ પર માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય મહેમાન ડાયેટ ના રાજેશભાઈ એ વધુ ને વધુ બાળકો ભાગ લો તેવી આશા સેવી હતી. આભાર વિધિ ગજેરાભાઈ કરી ને સૌનો આભાર માન્યો.
NCSC પ્રોજેક્ટ રીસર્ચ સ્પર્ધામાં તાપી જીલ્લામાંથી કુલ ૬૦ કૃતિઓ આવી હતી અને જેમાં જુનિયર વિભાગ – ૨૫ અને સીનીયર વિભાગ – ૩૫ પ્રોજેક્ટ આવ્યા હતા. નિર્ણાયક સુનીલભાઈ જાદવ, કાન્તીભાઈ પટેલ, રંજનબેન પટેલ અને દિલીપ આડાજાણીયા દ્રારા સેવા આપી સૌ શિક્ષકોને બાળકોને NCSC વિષે સમજ આપી હતી. ૬૦ પૈકી ૧૦ સર્વશ્રેષ્ઠ કૃતિઓ માં જુનિયર-સીનીયર વિભાગમાં પી.પી. સવાણી-3, સયાજીગામ પ્રા. શાળા-3 એકલવ્ય બાબરઘાટ-2 અને એકલવ્ય ખોડદા-2 ની શ્રેષ્ઠ કૃતિઓ પસંદગી પામેલ છે. જે આવનારા દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે. કાર્યક્રમનું સંચાલન ક્રિષ્ના વ્યાસ દ્રારા કરવામાં આવ્યું હતું. સૌ વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્રો અને તમામ સ્પર્ધકો, ગાઈડ ટીચરોને પ્રમાણપત્રો આપ્યા સાથે તમામને ચા/નાસ્તો/ જમવાનું/ભાડા ભથ્થા આપી કાર્યક્રમ સફળ બનાવ્યો.