સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ વ્યારામાં POCSO પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા તારીખ 27/9/23 ના રોજ કોલેજના ઓડિટોરિયમ ખાતે પ્રથમ વર્ષ BHMS ના વિદ્યાર્થીઓ માટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન હેમલતાબેન પંડિત મેડમ- સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ડૉ.એમ.એ. મુલતાની – મહિલા અને બાળ વિકાસ અધિકારી અને તેમની ટીમે “POCSO જાગૃતિ” વિશે માહિતી આપી હતી.
કાર્યક્રમનું એન્કરીંગ ડો.ધ્રુની ગવળીએ કર્યું હતું અને આભારવિધિ ડો.સ્વપ્નીલ ખેંગારે કરી હતી. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું.
પ્રિન્સીપાલ ડો. (શ્રીમતી) જ્યોતિ રાવના સફળ માર્ગદર્શન હેઠળ ડો.એસ.એસ.ખેંગાર અને તેમની પ્રવૃત્તિ સમિતિની ટીમ દ્વારા તમામ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.