જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ધોરણ-૯ અને ધોરણ-૧૧ના વર્ષ-૨૦૨૪-૨૫ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ આગામી ૩૧મી ઓકટોબર ૨૦૨3
–
ધોરણ-૯ અને ધોરણ-૧૧ માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા આગામી ૧૦મી ફેબ્રુઆરી ૨૦૨૪ શનિવારનાં રોજ લેવાશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.25: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત સંસ્થા, (શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ), અંતર્ગત ચાલતી, જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ. તાપી માં ધોરણ – ૯ (નવ) માં ખાલી પડેલ અને અને ધો-૧૧(અગિયાર)માં ભવિષ્યમાં ખાલી થનાર બેઠકો માટે વર્ષ ૨૦૨૪-૨૫માં માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું કાર્ય શરૂ થઈ ગયું છે.
જેના માટેની વેબસાઈટ www.navodaya.gov.in, https://cbseitms.nic.in/2023/nvsix અને https://cbseitms.nic.in/2023/nvsxi_11 પર જવું અથવા જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ. તાપી ની વેબ સાઈટ https://www.navodaya.gov.in/nvs/nvs-school/Tapi/en/home પર થી પણ ભરી શકાશે.જેની ઓનલાઈન અરજીપત્ર ભરવાની છેલ્લી તા. ૩૧-૧૦-૨૦૨3 છે.
ધોરણ- ૯ ની પ્રવેશ પરીક્ષાનું આવેદનપત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ-૮ માં તાપી જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧.૦૫.૨૦૦૯ અને ૩૧.૦૭.૨૦૧૧વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) હોવો જોઈએ.
ધોરણ- ૧૧ ની પ્રવેશ પરીક્ષાનું આવેદનપત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ- ૧૦ માં તાપી જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં (CBSE અથવા અન્ય કોઈપણ રાજ્ય શિક્ષણ બોર્ડ/અન્ય સરકાર સાથે સંલગ્ન માન્ય બોર્ડ) અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧.૦૬.૨૦૦૭ અને ૩૧.૦૭.૨૦૦૯ વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) હોવો જોઈએ.
ધોરણ-૯ અને ધોરણ-૧૧ માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ ૧૦-૦૨-૨૦૨૪ શનિવારનાં રોજ લેવામાં આવશે. પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી માટે શાળાના ફોન નં.02625- 299 081 પર સંપર્ક કરવા પ્રભારી પ્રાચાર્યશ્રી જ. ન. વિ બોરખડી, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000