પરિવારથી વિખુટા પડેલ કિશોરનું પુન:મિલન કરાવતી સોનગઢ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા તાપી જિલ્લામાં ગુમા થયેલ બાળકો તથા કિશોરને શોધી કાઢવા કામગીરી કરવા સુચના હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી, વ્યારાએ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હતી જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ સોનગઢ પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન સોનગઢ ગામે બસ સ્ટેશન પાસે એક કિશોર બેસેલ હોય જે ખુબ ટેન્શનમા આમતેમ ફરી રહેલ છે અને રડી રહેલ હોય જેથી તેની પાસે જઈને તેના સાથે વાત કરી તેનુ નામ ઠામ જાણવા કોશીશ કરતા તેણે કોઇ યોગ્ય પ્રતુત્તર આપેલ નહી જેથી તેને બેસાડી તેના સાથે શાંતિ અને પ્રેમથી વાત કરતા તે અહિં કેમ ફરી રહેલ છે તથા તેના પરિવાર બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય તેથી સોશીયલ મિડિયા વોટ્સએપ માધ્યમથી તેમજ હ્યુમન સોર્સ નો ઉપયોગ કરી તેના પરિવાર સાથે સંપર્ક કરી તેને આ કિશોર બાબતે પુછતા તેનુ નામ કિશોરકુમાર વિજય યાદવ હોય તથા તે માનસિક અસ્વસ્થ હોય અને આશરે ચારેક દિવસ પહેલા સુરત સ્ટેશન ખાતેથી ગુમ થયેલ હોવાની હકીકત જણાવેલ હોય જેથી આ કિશોરના પિતા વિજયભાઇ કારૂ યાદવને સોનગઢ પો.સ્ટે. ખાતે બોલાવી તેમને તેના દિકરાનો કબજો સોંપ્યો હતો. આમ, સોનગઢ પોલીસે ચાર દિવસથી પરિવારથી વિખુટા પડેલ કિશોરનું પુન:મિલન કરાવી સરાહનિય કામગીરી કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ ટીમ

1. અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઇ, સોનગઢ પો.સ્ટે.

2. અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઇ, સોનગઢ પો.સ્ટે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other