રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ તાપી જિલ્લા સ્થિત સુગર ફેક્ટરીની મુલાકાત લીધી
સમગ્ર આદિવાસીઓના હિત માટે ફેક્ટરી શરૂ કરવી જરૂરી છે – રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧: આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ આજે તાપી જિલ્લાના ખુશાલપુરા (વ્યારા) ખાતેની સુગર ફેકટરી સાઇટની મુલાકાત લઇ, કસ્ટોડિયન કમિટી સાથે આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ ફેક્ટરી અંગેની સમગ્ર સમસ્યાઓ, અને કમીટીના મેમ્બર્સની તમામ રજુઆતોને શાંતિપૂર્વક સાંભળી, જરૂરી સુચનો અને ચર્ચાઓ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર આદિવાસીઓના હિત માટે આ ફેક્ટરી શરૂ કરવી જરૂરી છે. જેમાં તેમણે ઉપસ્થિત સૌને આ ફેક્ટરી શરૂ કરવા સક્રિય અને સહિયારા પ્રયાસો હાથ ધરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ મેમ્બર્સ સાથે ફેક્ટરી સાઇટની મુલાકાત લઇ સાધન સામગ્રીઓનું સ્વમુલ્યાંકન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઈ ગામીત સહિત, પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલ તથા અન્ય કમીટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦