જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા તકેદારી અને લાંચ રૂશ્વત વિરોધી સમિતિની બેઠક યોજાઇ
કોઈ પણ જાહેર સેવક “( સરકારી વ્યક્તિ)” ગેરકાયદેસર રીતે નાંણાની માંગણી કરે અથવા ત્રાહિત વ્યક્તિ મારફતે કરાવે તો તે ગુન્હો છે.
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૧: આજે જિલ્લા તકેદારી અને લાંચ રૂશ્વત વિરોધી સમિતિની બેઠક કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત ઉચ્ચ અધિકારીઓને ઉપસ્થિતીમાં કલેક્ટર ચેમ્બરમાં યોજાઇ હતી.
આ બેઠકમાં ગુજરાત તકેદારી આયોગ દ્વારા મોકલવામાં આવેલ કેટેગરી એ,બી,સી, મુજબનાં કેસો તથા લોકો તરફથી મળેલ ફરિયાદોના પડતર કેસો, વહીવટી કચેરીઓમાં કેટેગરી વાઇઝ ફરીયાદ રજીસ્ટર નિભાવવા અંગે, પડતર કેસોના ઝડપી નિકાલ કરવા અંગે, એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં મળેલ તપાસ અરજીઓની અને ખાતાકીય તપાસના કેસોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભ્રષ્ટાચાર નિવારણ સંદર્ભે કેટલાક રચાનાત્મક સુચનો કરતા કલેક્ટરશ્રીએ જિલ્લામાં આવેલ ફરીયાદોની અરજીઓની તપાસ તેઓના ઉચ્ચ અધિકારી અને અન્ય સક્ષમ અધિકારીઓની તપાસ બાદ આયોગને અહેવાલ મોકલવા સહિત અન્ય આનુસાંગિક પગલાં લેવા અંગે સુચના સંબંધિત અધિકારીઓને આપી હતી. આ સાથે જાહેર જનતાને લાંચ રૂશ્વત વિરોધી કાયદા અંગે જાગૃત કરવા કચેરી અને હેલ્પલાઇન નંબર પ્રસિધ્ધ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
જેમાં એ.સી.બી સુરત એકમના મદદનીશ નિયામકશ્રી, આર.આર.ચૌધરી દ્વારા હેલ્પલાઇન નંબર વિશે માહિતી આપવામાં આવી હતી. કોઈ પણ જાહેર સેવક “( સરકારી વ્યક્તિ) ” આપની પાસે ગેરકાયદેસર રીતે નાંણાની માંગણી કરે અથવા ત્રાહિત વ્યક્તિ મારફતે કરાવે તો તે ગુન્હો છે. આ માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરીનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. તાપી જિલ્લા માટે કચેરીનું સરનામુ- પોલીસ ઈન્સ્પેક્ટર, લાંચ રૂશ્વત વિરોધી કચેરી, તાપી-વ્યારા, સ્ટેશન રોડ, નવા બસ સ્ટેશનની બાજુમાં, વ્યારા, ફોન ફેક્સ નંબર:- ૦૨૬૨૬-૨૨૪૪૫૫. લાંચ વિરોધી બ્યુરો (એ.સી.બી.)ની વડી કચેરી- નિયામકશ્રી, લાંચ વિરોધી બ્યુરો બંગલા નં.-૧૭, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ફોન નંબર : ૨૨૮૬૦૩૪૧/૪૨/૪૩ ઈ-મેલ : cr.acb.ahd@gujarat.gov.in અંગે સૌને જાણકારી આપી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ, માર્ગ અને મકાન વિભાગના કા.પા.ઇ.મનીષ પટેલ, ડીવાયએસપીશ્રી સહિત એ.સી.બી સુરત, અને તાપીના સંબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦