સુરત રેલ્વે સ્ટેશનેથી બિમાર હાલતમાં મળેલ પુરુષનું સારવાર દરમિયાન મોત : લાશને પાંચ દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રખાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ અ.મો. 153/2023. સી.આર.પીસી. કલમ 174 મુજબ મરનાર વિનોદ રંગલાલ યાદવ. રહેવાસી જાણવા મળેલ નથી, જે તા. 13/09/2023 ના રોજ સવારે 9:45ના સમય દરમિયાન સુરત રેલ્વે સ્ટેશનેથી બિમાર હાલતમાં મળતા તેમને સ્મીમેર હોસ્પિટલમા દાખલ કરાયો હતો જેનું સારવાર દરમિયાન રાત્રે 11 વાગ્યે મૃત્યું પામેલ છે. જે મરનારના કોઈ વાલી વારસો મળેલ આવેલ નથી. મરનારની લાશને પાંચ દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામા આવી છે. મરનારના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
લાશનું વર્ણન – મરનાર એક અજાણ્યો હિંદુ પુરુષ, નામે વિનોદ રંગલાલ યાદવ, ઉંમર 50 વર્ષનો, રહેવાસી જાણવા મળેલ નથી. મધ્યમ બાંધો, ઘઉં વર્ણનો, કપાળમાં જમણી આંખની ઉપર કાળો તલ છે. અંગમાં સફેદ, નીળુ પીળા કલરની ટી-શર્ટ, ભૂરી પેન્ટ પહેરેલ છે