જે.બી. એન્ડ એસ.એ.શાળા વ્યારા ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
બાળકમાં રહેલી અંતર્મુખી શક્તિને બહાર લાવવાનો પ્રયાસ એટલે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨: જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,તાપી તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન,તાપી ના સંયુક્ત ઉપક્રમે શ્રી જે બી. એન્ડ એસ એ શાળામાં વર્ષ 2023-24 SVS1 કક્ષાનાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ સુશ્રી ધારાબેન પટેલે (DEO) પ્રસંગોચિત્ત જણાવ્યું હતું.કે બાળકોમાં રહેલી સુષુપ્તશક્તિને ઉજાગર કરી તક મળતા જ બાળવૈજ્ઞાનિક તરીકે ઓળખ પ્રાપ્ત કરે છે. બાળકોમાં રહેલી અંતર્મુખી શક્તિને બહાર લાવવાનો પ્રયાસ એટલે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન.
આ કાર્યક્રમની ઉદઘાટનવિધિ ભૂલકા-ભવન હોલમાં જિલ્લાશિક્ષણાધિકારી સુશ્રી ધારાબેન પટેલ તેમજ ડાયેટના અધિકારી ભાંભોર તથા શ્રી. ર.ફ.દાબુ કેળવણી મંડળના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. અતિથિવિશેષ તેમજ મહેમાનોનું શબ્દ દ્વારા સ્વાગત શાળાના સુપરવાઇઝરશ્રી ધનંજયભાઈ મકવાણાએ કર્યું હતું. ત્યારબાદ તમામ મહેમાનોનું પુષ્પો અને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન શ્રી. ૨.ફ.દાબુ કેળવણી મંડળના મંત્રીશ્રી મહેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમણે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને લગતી રસપ્રદ માહિતી આપી હતી. આ ઉપરાંત તમામ અધિકારીશ્રી, કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉદઘાટન કાર્યક્રમને અંતે શાળાના સુપરવાઇઝરશ્રી મોહનભાઈ પટેલે આભારવિધિ વ્યક્ત કરી હતી. રાષ્ટ્રગાન પૂર્ણ થયા બાદ મહેમાનો દ્વારા શ્રી જે. બી. એન્ડ એસ. એ. શાળામાં ગોઠવાયેલ વિજ્ઞાન- ગણિત પ્રદર્શન કાર્યક્રમને સુશ્રી ધારાબેન તથા મહેશભાઈ શાહ તેમજ અતિથિ વિશેષ ચેરમેનશ્રી નેવિલભાઈ જોખી, ટ્રસ્ટીશ્રી સુભાષભાઈએ ખુલ્લો મુકયો હતો. પ્રદર્શનમાં ગોઠવાયેલ કૃતિઓનું મહેમાનોએ બારીકાઈથી નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને તેમની મહેનતને બિરદાવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના ગણિત-વિજ્ઞાન સમિતિના કન્વીનર શ્રી સતિષભાઈ લીંબાચિયા તેમજ શ્રી ઓધવજીભાઈ કપુરીયા તેમજ સમિતિના સભ્યો અને અન્ય કર્મચારી મિત્રોને મહાનુભાવોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.