તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને લીડ બેંક દ્વારા સોનગઢ તાલુકા ખાતે અટલ પેન્શન યોજના અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૨:આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને લીડ બેંક દ્વારા સોનગઢ તાલુકા ખાતે અટલ પેન્શન યોજના અંગે નો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી વ્રજ પટેલે જણાવ્યું હતું કે સોનગઢ તાલુકાના વધુ ને વધુ લોકો ને સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ મળે અને લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે અટલ પેન્શન યોજના પણ એક એવી યોજના છે કે જેમાં ગેરેન્ટેડ પેન્શન એક હજારથી લઈને પાંચ હજાર સુધી 60 વર્ષ ની ઉમર પછી આપવામાં આવે છે જેનો લાભ દરેક સખી મંડળની બહેનો અને તેમના પરિવાર સુધી મળી રહે તેવા હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવાએ કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ચાલુ નાણાકીય વર્ષમાં તાપી જિલ્લો અટલ પેન્શન યોજના માં બીજા નંબરે આવે છે. અને આપણે વધુ ને વધુ આ યોજનાનો પ્રચાર પ્રસાર કરી વધુમાં વધુ લોકો જોડાઈને તાપી જિલ્લાને રાજ્યમાં પ્રથમ નંબર પર લઈ જવા માટે નો પ્રયાસ કરવાનો છે.
આ ઉપરાંત તેમને દરેક bc સખી અને બેંક સખી બહેનો ને જણાવ્યું હતું કે વધુ ને વધુ અટલ પેન્શન યોજના નો પ્રચાર અને enrollment થાય તેવા હેતુથી આ તાલીમ કાર્યક્રમ રાખવા માં આવેલ છે.
મિશન મંગલ ના આસી.પ્રોજેક્ટ મેનેજર શ્રી ઉમા બહેને જણાવ્યું હતું કે સખી મંડળ ની બહેનોને અટલ પેન્શન યોજના માં જોડાય અને પાછલી ઉમર માં સહારો મલી રહે તે માટે વધુ ને વધુ સખી મંડળની બહેનોને APY માં જોડાય અને દરેક બેંક સખીને સપ્ટેમ્બર માસમાં વધુ ને વધુ apy કરાવવા ની અપીલ કરેલ હતી.
અટલ પેન્શન યોજના ની તાલીમ FLCC ના કાઉન્સેલર શ્રી અનિલભાઈ ગામીતે ppt દ્વારા આપી હતી.
આ કાર્યક્રમ માં TDO શ્રી વ્રજ પટેલ અને લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવા તથા મિશન મંગલ ના APM શ્રી ઉમા તરવાડી ઉપસ્થીત. રહી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં કુલ 36 જેટલી બેંક સખી અને FLCRP અને બેંક મિત્રોને સફળતા પૂર્વક તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન TLM શ્રી પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other