વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે દિગ્વિજય દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગાંધીનગર પ્રેરિત તાપી જીલ્લા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્રારા વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે દિગ્વિજય દિવસની યુવા દિકરિઓ સાથે ઉજવણી કરવામાં આવી.
આજરોજ સ્વામી વિવેકાનંદની ધર્મસભા શિકાગો ખાતે વર્ષ ૧૮૮૫ ૧૧ મી સપ્તેમ્બર ના રોજ અમેરિકામાં યોજાઈ હતી. જેને ગુજરાત સરકાર દિગ્વિજય દિવસ તરીકે ઉજવે છે. જે સંદર્ભે તાપી જીલ્લાના રાજ્ય યુવા બોર્ડના સંયોજક સૌરભ કોકણી, સહસયોજક રિશી નાયકના અધ્યક્ષ સ્થાને વિરપુર શાળામાં આચાર્ય કેતન શાહની ઉપસ્તિથીમા દિગ્વિજય દિવસની ઉજવાયો. આજે વકૃતત્વ સ્પર્ધા કરી નવ દીકરીઓમાથી ત્રણને ઇનામો આપ્યા, રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી દિગ્વિજયદીવસ મનાવ્યો. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી કેતન શાહ, શિક્ષકો તેમજ વિશેષ બક્ષીપંચના પ્રદેશ સભ્ય રાજુ મોહિતે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય દ્રારા સૌનું બુકે – પુસ્તકથી આવકાર સ્વાગત કરાયુ હતુ. દિગ્વિજય દિવસનું મહાત્મય સમજાવ્યું. સૌરભ કોકણી દ્વરા વિવેકાનંદના જીવન વિશે પ્રેરક વાતો કરી. શાળામાં ક્રાયક્રમ કરવા અનુમતિ આપી તે બદલ શાળા સંચાલકનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું આયોજન વિરપુર શાળાની શિક્ષિકા પ્રિયંકા ગામીતે કર્યું હતું. સૌને ચા-નાસ્તો, અલ્પાહાર તેમના દ્વારા કરાવાયો હતો. આભારવિધિ સહ સંયોજક રિશી નાયકે કરી હતી.