દેશ કી બાત ફાઉન્ડેશન દ્વારા સર્કીટ હાઉસ ડાંગ ખાતે રોજગાર સંસદ કાર્યક્રમ યોજાયો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : દેશ કી બાત ફાઉન્ડેશન દ્વારા સર્કીટ હાઉસ સભાખંડ વલસાડ ખાતે તારીખ 28-8-2023 ના રોજ રોજગાર સંસદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રોજગાર સંસદ કાર્યક્રમ નો શુભારંભ ભારત માતાની છબીને ઊપસ્થિત પ્રાધ્યાપકો, વિધાર્થી આગેવાનો એ પુષ્પમાળા અર્પણ કરી દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો.
દેશ કી બાત ફાઉન્ડેશન ના સેન્ટ્રલ ટીમ ઓરગ્રેનાઈઝર સદસ્ય રાવસાહેબ ભીમરાવ પાટીલ (બન્ધુ) એ જણાવ્યું હતું કે, આજે આપણે બધાએ મળીને તે બધી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે જે આઝાદી ના આટલાં વર્ષો બાદ પણ થેલીને તેવી જ છે, જે સમસ્યાઓ મટાડીને દૂર કરવાં આપણાં બાપ-દાદા અને પુર્વજો એ કુરબાની , બલીદાન આપ્યું હતું. રોટલા તો આપણે ત્યારે પણ ખાઈ લેતાં હતાં, જ્યારે આપણે ગુલામ હતાં. નીંદર તો આપણને ત્યારે પણ આવતી હતી, જ્યારે આપણે ગુલામ હતાં. લગ્ન પ્રસંગો – રિશ્તેદારી તો ત્યારે પણ થઈ જતાં, જ્યારે આપણે ગુલામ હતાં. પરંતુ આપણાં પૂર્વજોને આ ઞુલામી મંજૂર ન હતી. આપણાં દેશ ની આઝાદી માટે લાખો લોકો એ પોતાની કરવાની આપી . પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દિધું. લોકોએ પોતાની બધી જીંદગી ખપાવી દીધી, પોતાનું સર્વસ્વ ત્યાગ કરી દિધું. આપણાં દેશ ને આઝાદી આ ત્યાઞ , તપસ્યા અને બલીદાન થકી જ મળી છે.
પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ આજે પણ મજદૂરો નું જીવન જાનવરો કરતાં બદતર થઈ ગયું છે., ખેડૂતોની હાલત વધુ ખરાબ થઈ ગયાં છે., વિદ્યાર્થીઓ એ પોતાની ડિગ્રિઓ લઈને ભટકવું પડે છે. તો આપણને મનમાં પ્રશ્ન પેદા થાય છે કે આઝાદીના આટલા વર્ષોમાં શું કર્યું? આઝાદીના આટલા વર્ષો પછી પણ જો આજે પણ મહિલાઓની સ્થિતિ દોયમ દરજ્જા ની બની છે તો તેમાંથી મુક્ત થવાનો કયો માર્ગ હોઇ શકે?
બેરોજગારી ની સમસ્યા અને સમાધાન રાષ્ટ્રિય રોજગાર નીતિ આધારીત કાનૂન બનાવી સંસદમાં પાસ કરાવવા માટે પ્રધાનમંત્રી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ને આવેદન આપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રોજગાર નીતિ નો ડ્રાફ્ટ સરકારને મોકલવામાં આવ્યો છે. સરકારે ઇચ્છે તો એમાં સંશોધન કરી લાગુ કરી શકે છે જેનાથી બેરોજગારી ને રોજગાર મળે , જો રાષ્ટ્રિય રોજગાર નીતિ લાગુ કરવામાં નહિ આવે તો રોજગાર આંદોલન નો આગળ નો પડાવ ૧૯ ડિસેમ્બર થી શરૂ કરવામાં આવશે.
અગાઉના પડાવમાં આંદોલન શરૂ કરવાના પહેલા જનસંપર્ક અભિયાન ને વેગ આપવામાં આવશે. આ અભિયાન ગ્રામ્ય સ્તર સુધી લઈ જવામાં આવશે. દેશ કી બાત ફાઉન્ડેશન દ્વારા રોજગાર આંદોલનની તૈયારીઓ ના ભાગરૂપે ભારતભરમાં તમામ જીલ્લાઓમાં રોજગાર સંસદ કરી આંદોલન સમિતિ બનાવવામાં આવી રહી છે.
દેશ ને આઝાદ થયાના ૭૫ વર્ષ પછી કોઈ પણ સરકારે રોજગાર આધારીત કાનૂન બનાવવાની કે રોજગાર નીતિ આધારીત કાનૂન બનાવવાની ચર્ચા કરી નથી.હાલ ના સમય માં રોજગારલક્ષી તમામ સેક્ટર માટે પોલિસી બનાવવાની જરૂર છે.
રાષ્ટ્રીય રોજગાર નીતિ આજના સમય ની માંગ છે અને રાષ્ટ્રીય રોજગાર નીતિ આધારીત કાનૂન બનાવી લાગુ કરવામાં આવે તો બેરોજગારીની સમસ્યા નું સમાધાન થઈ શકે છે આજે દેશના શહેરી વિસ્તારમાં બેરોજગારી દર ૯ % છે અને ગ્રામીણ વિસ્તારમાં ૭ % છે એના પર ધ્યાન આપવામાં નહિ આવે તો આ ટકાવારી વધી શકે છે.
આ રોજગાર સંસદ કાર્યક્રમ માં દેશ કી બાત ફાઉન્ડેશન ના નેશનલ ટીમના ઓર્ગેનાઈઝર સભ્ય રાવસાહેબ ભીમરાવ પાટીલ (બન્ધુ) એ દેશ કી બાત ફાઉન્ડેશન નો પરિચય, સકારાત્મક રાષ્ટ્રવાદ , રાષ્ટ્રીય રોજગાર નીતિ અને રોજગાર આંદોલન પર ક્રાંતિકારી વિચારો રજુ કર્યા હતા.
આ પ્રસંગે પ્રોફેસર વિજય આર. પટેલ, પ્રોફેસર સંધ્યાબેન એલ. વાણી, વિદ્યાર્થીઓએ રોજગાર આંદોલન બાબતે પોતાના વિચારો રજુ કર્યા હતાં તથા રાષ્ટ્રીય રોજગાર નીતિ નું સમર્થન આપ્યું હતું.
રોજગાર સંસદ સ્થલ “નફરત નહીં રોજગાર ચાહીએ, જીને કા અધિકાર ચાહીએ.”. ” સારા દેશ કરે પુકાર, રોજગાર રોજગાર” ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે કામદાર યુનિયનોના હોદ્દો ધરાવતા લોકો, કામદાર નેતા, શિક્ષકગણ, યુવા આગેવાનો, સમાજસેવી, વિદ્યાર્થીઓ, મહિલાઓ, કામદારો, દેશ કી બાત ફાઉન્ડેશન ના સભ્યો હાજર રહી રોજગાર સંસદ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડના રોજગાર આંદોલનના સંયોજક તરીકે બી. કે. એમ. સાયન્સ કોલેજ વલસાડના વિધાર્થી ભાર્ગવ પી. પટેલ તથા શાહ એન. એચ. કોમર્સ કોલેજના વિદ્યાર્થી પાર્થ ડી. જોષી સર્વાનુમતે નકકી કરાયા હતાં.
જે લોકો દેશ કી બાત ફાઉન્ડેશન દ્વારા આયોજીત રોજગાર આંદોલનમાં સહભાગી, સહયોગ કે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેમણે મોબાઈલ નંબર 9428760426 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
આગામી દિવસોમાં ભારતમાં જનસંપર્ક અભિયાન દ્વારા લોકો માં આ આંદોલન થી જાગૃત કરવામાં આવશે. લોકસભા અને જિલ્લા લેવલે રોજગાર આંદોલન સમિતિ નું નિર્માણ કરવામાં આવશે .અને આ સમિતિ તમામ શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજોમાં રાષ્ટ્રીય રોજગાર નીતિ અંગે જાગૃતતા અભિયાન ચલાવશે અને તમામ લોકસભા અને જિલ્લા લેવલે રોજગાર સંવાદ અને રોજગાર સંસદનું આયોજન કરશે. જેમાં સંયુક્ત રોજગાર આંદોલન સમિતિ સાથે જોડાયેલા સંગઠનો, રાજ્યસભા અને લોક સભા ના સાંસદોને આમંત્રિત કરી રાષ્ટ્રીય રોજગાર આધારીત કાનૂન બનાવવા એમના સહયોગની માગ કરવામાં આવશે.