સોનગઢ : પુખ્ત વયની મહિલાની છેડતી થતા અભયમ તાપી ટીમ મદદે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ધમોડી ગામની એક પરણિત મહિલાનો 181 મહીલા હેલ્પ લાઈનમાં કોલ આવ્યો હતો કે, તેમનાં ગામમાં રહેતા એક વ્યક્તિ પરણિત પુરૂષ દ્વારા તેમની છેડતી કરવામાં આવી છે. જેથી તાપી અભયમ રેસકયું ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોચી પરણિત પુરુષ ને ઝડપી પડ્યો હતો અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં આગળ કાર્યવાહી માટે સોંપવામા આવ્યો છે
મળતી માહિતિ મુજબ તાપી જિલ્લા સોનગઢ તાલુકાની મહિલા ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે તથા પતિને બીમારી હોવાથી પરિવારની જવાબદારી તેમના ઉપર છે. પીડિતાના ઘરથી બીજા ફળીયામાં રહેતો એક પુરૂષ છેલ્લા 3 દિવસથી તેમના ઘરે આવે છે અને પીડિતા ને ગમે તેમ બોલે છે અને પીડિતાના પતિ બીમાર હોવાની જાણ હોવાથી તેમની લાચારીનો લાભ લઈ તેમની સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેની જાણ પીડિતાએ છેડતી કરનારનાં માતા પિતાને કરી તો તેમણે પીડિતા સાથે ઝગડો કરી મારા મારી કરતા આ ઘટનાની જાણ 181મહીલા હેલ્પ લાઇનમાં કોલ કરી મદદ માગી હતી. અભયમ રેસ્ક્યૂ ટીમ તાપી દ્વારા સ્થળ પર બંને પક્ષની તમામ હકીકત જાણી સામા પક્ષને મહિલાની છેડતી કરવી તે ગુનો બને છે તેનું ભાન કરાવ્યું હતું તેમજ તેના પરિવાર ને પણ છેડતીનો ગુનો એ કેટલો ગંભીર ગુનો છે જે વિશે સમાજ આપી હતી. સામો પક્ષ નશામાં હોવાથી કોઈ વાત સમજી શકે તેમ ના હોવાથી પીડિતાને કાયદાકીય માહિતી અને પોલીસ કાર્યવાહી વિશે માહિતી આપી આગળ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવેલ છે.
તેમજ પીડિતાને ફરી જરૂરત જણાય તો 181 હેલ્પલાઇન પર કોલ કરી મદદ મેળવવાં જણાવાયુ હતું.