ડાંગમાં મેઘ મલ્હાર જારી : ચોવીસ કલાકમાં નોંધાયો સરેરાશ ૯૪ મી.મી. વરસાદ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :: તા: ૮: વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં પુનઃ શરૂ થયેલો વરસાદ અનરાધાર રીતે વરસી રહ્યો છે.
જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષ તરફથી મળેલી વિગતો અનુસાર, આજે સવારે ૬ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૯૪ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.
વિગતે જોઈએ તો આ ચોવીસ કલાક દરમિયાન આહવા તાલુકામાં ૭૩ મી.મી. વરસાદ નોંધાયો છે. જેની સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૧૬૦૯ મી.મી. થવા પામ્યો છે. તો વઘઇ તાલુકામાં ૧૪૧ મી.મી. સાથે કુલ ૧૬૭૩ મી.મી., અને સુબિર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૬૮ મી.મી. વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧૪૪૪ મી.મી. નોંધાયો છે.
આમ, જિલ્લામાં ચોવીસ કલાકમાં સરેરાશ ૯૪ મી.મી. વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ ૧૫૭૫.૩૩ મી.મી. નોંધાઇ ચુક્યો છે.