શિશુ ગુર્જરી/વિદ્યા ગુર્જરી શાળામા કૃષ્ણ જન્મોત્સવ તેમજ દહી-હાંડીના કાર્યક્રમની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા તથા વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તા. 06/09/2023 ને બુધવારના રોજ જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ તેમજ દહી-હાંડીના કાર્યક્રમની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ખજાનચી માનનીય શ્રી ડાહયાભાઈ પટેલ તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી શાંતાબેન ડાહયાભાઈ પટેલ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ભક્તિભાવ પૂર્વક ઉપસ્થિત રહ્યા. તેમણે વિદ્યાર્થીઓ સાથે ભક્તિભાવ પૂર્વક આરતીનો લાહવો લીધો તે ઉપરાંત શાળામાં શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા તેમજ ધો-1 થી 4 ના વિદ્યાર્થીઓ માટે રાધા-કૃષ્ણની વેશભૂષાનું આયોજન કરવામાં આવેલ હતું. વિદ્યાર્થીઓના ઉત્સાહને જોઈ તેમણે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. આ સ્પર્ધામાં 1 થી 3 વિજેતા જાહેર કરવામાં આવેલ છે. શિશુ વિભાગમાં પ્રથમ ક્રમે ગામીત ઈવા રાજેશભાઈ અને રાઠોડ નિષ્ઠા રોહિતભાઈ વિદ્યાર્થીઓ , દ્રિતીય ક્રમે ગામીત દિમ્પલ નરેશભાઈ અને ગામીત કાવ્યા સ્નેહલભાઈ વિદ્યાર્થીઓ વિજેતા થયેલ છે. આજ રીતે વિદ્યા ગુર્જરી પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમે ગામીત પ્રિયાંશી સંજયભાઈ અને ગામીત માહિર પ્રભાતભાઈ , દ્રિતીય ક્રમે ગામીત પ્રસિધ્ધિ પ્રજ્ઞેશભાઈ વિદ્યાર્થીએ ઈનામ પ્રાપ્ત કરેલ છે. આજ રીતે વિદ્યા ગુર્જરી પ્રાથમિક શાળામાં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમે જૈન નિયતી લોકેશભાઈ વિદ્યાર્થીએ ઈનામ પ્રાપ્ત કરેલ છે સૌ વિદ્યાર્થીઓને ઉપસ્થિત સંસ્થાના ખજાનચી માનનીય શ્રી. ડાહયાભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા છે.
આ કાર્યક્ર્મ રાખવાનો મૂળ હેતુ આજના બાળકોને આપણા ભારત દેશની હજારો વર્ષથી ચાલતી આવેલ પરંપરા અને સંસ્કૃતિ વિષયે પુરતુ જ્ઞાન પ્રાપ્ત થાય. તેઓમાં ધાર્મિક ભાવના કેળવાય. આપણી સંસ્કૃતિનું જતન થાય તે હેતુસર રાખવામાં આવેલ છે.
શાળાના વિદ્યાર્થીઓની સાથે શાળાના શિક્ષકો પણ આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી જોડયા કહેવાયુ છે ને કે “શિક્ષક દોડશે તો વિદ્યાર્થી ચાલશે, શિક્ષક ચાલશે તો વિદ્યાર્થી ઊભો રહેશે અને શિક્ષક બેસી રહેશે તો વિદ્યાર્થી ઊંઘી રહેશે.” આ જ પ્રકારે શાળાના શિક્ષકોએ દોડવાનું કામ કર્યું છે. તેથી જ આ કાર્યક્રમને સફળતા પ્રાપ્ત થઈ છે.
આ કાર્યક્રમની સફળતા શાળાના સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શ્રીમતી રોહિણીબેન ચૌધરી તેમજ તેમની ટીમ અને સમગ્ર શાળાના શિક્ષકોની મહેનત અને ઉત્સાહના કારણે પ્રાપ્ત થઈ છે. શાળાના આચાર્યશ્રી તથા ઉપસ્થિત મહેમાન માનનીય શ્રી ડાહયાભાઈ પટેલ તેમજ શ્રીમતી શાંતાબેન પટેલે સમગ્ર શાળા પરિવારને જ્ન્માષ્ટમીની શુભેચ્છાઓ તેમજ અભિનંદન પાઠવ્યા છે.