વધઇ અને આહવા ખાતે મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઇ) : હિન્દુ સ્વરાજયના સ્થાપક હિન્દુ હ્રદયસમ્રાટ અને મરાઠા શાસનના ઉચ્ચ રક્ષક એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વધઇ નગરના મરાઠા અને અન્ય સમાજ દ્વારા અંબા માતાના મંદિર ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી છત્રપતિ શિવાજી ની શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો જે શોભાયાત્રા યાત્રા માં નગર ના અનેક લોકો જોડાઇ શિવાજી મહારાજ કી જય, જય ભવાની-જય શિવાજીના જયઘોષ સાથે શોભાયાત્રા જુદા જુદા વિસ્તાર માં ફરી અંબામાતા મંદિર ખાતે પુણઁ કરાઇ હતી ત્યાર બાદ મરાઠી સમાજ દ્રારા શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે અંબામાતાજી નાં પટાંગણ માં પ્રસાદી નુ પણ આયોજન કરાયુ હતુ જેંમાં દરેક સમાજ ના લોકો એ પ્રસાદી નો લાભ લઇ ને ધન્યતા પ્રાપ્ત કરી હતી આ શિવાજી જન્મ જયંતી ની ઉજવણી પ્રસંગ ને શોભાવવા વધઇ ના મરાઠા સેવા સંધ ના મિત્ર મંડળના સભ્યો એ ભારે જહેમત ઉઠાવીને કાયઁક્રમ ને સફળ બનાવ્યો હતો.
