માઁ શિવદૂતી સ્કૂલમાં જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા ઉત્સવ કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ ગાધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી તાપી દ્વારા સંચાલિત, વ્યારા તાલુકા કક્ષાની ઉજવણી તા.૨૪/૦૮/૨૦૨૩ના રોજ માં શિવદૂતિ ઇંગલીશ મિડિયમ સ્કુલ વ્યારા માં કરવામાં આવી હતી. યુવા ઉત્સવનો મુખ્ય હેતુ યુવાનોનો વ્યક્તિગત વિકાસ તેમજ સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે હેતુથી દરેક વર્ષે યુવા ઉત્સવ આયોજવામાં આવે છે.
આ કાર્યક્રમના ઉદ્દધાટનમાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતનભાઈ પટેલ, જિલ્લા મહિલા અને બાળ સુરક્ષાની કચેરીમાંથી ઉપસ્થિત ફિલ્ડ ઓફિસરશ્રી વિકેશભાઈ ચૌધરી, જેન્ડિર સ્પેશ્યાલીસ્ટશ્રી ખુશ્બુબેન ગામીત, નાયબ હિસાબ અધિકારીશ્રી જીગ્નેશભાઈ ગામીત, શાળા સંચાલકશ્રી અજયભાઈ રાજપૂત, શાળા સંચાલન મંડળના પ્રમુખશ્રી કેતનભાઈ શાહ, શાળાના ટ્રસ્ટીશ્રી જયેશભાઈ પારેખ, માંડવી હાઈસ્કુલના આચાર્યશ્રી ધવલસિંહ સોલંકી ડીસ્ટ્ર્રીક મિશન કોઓર્ડીનેટરશ્રી હેમંતભાઈ પી ગામીત, નવજાગૃત સંસ્કૃત કોલેજના આચાર્યશ્રી મરીયમબેન ગામીત તેમજ નિર્ણાયકશ્રીઓ અને કલાકારો હાજર રહ્યાં હતા. ઉપસ્થિત મુખ્ય મહેમાનોએ આશીર્વચન અને યોગ્ય માર્ગદરશન પુરૂ પાડીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રાર્થના ગીત અને સ્વાગ્તગીત રજૂ થયા બાદ પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી વિરલભાઈ ચૌધરીએ આભાર વિધિ કર્યા બાદ વિવિધ સ્પર્ધાઓની શરૂઆત કરવામા આવી.
તાપી જિલ્લાના તમામ તાલુકામાંથી અલગ – અલગ કૃતિમાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,સર્જનાત્મક કારીગીરી, લોકગીત,લોક નૃત્ય, લોકવાદ્ય સંગીત, એકપાત્રિય અભિનય, દોહા-કાવ્ય-છંદ, એકાંકી, સમુહગીત, હળવું કંઠ્ય સંગીત,લગ્ન ગીત,ચિત્ર ક્લા,શાસ્ત્રીય નૃત્ય ભારતનાટ્યમ, કુચીપૂડી, મણીપુરી,ઓડિસી, કથક વિગેરે સ્પર્ધાઓ યોજાય હતી. નિબંધ સ્પર્ધા ‘બ’ વિભાગમાં પ્રથમ વરુણ રાજપૂત,લોકવાદ્ય સંગીતમાં કેયુર ગામીત, શાસ્ત્રીય નૃત્ય કુચીપૂડીમાં દીપિકા કામડી, હળવું હાર્મોનિયમમાં નીલ ગામીતનો પ્રથમ ક્રમ મેળવ્યો હતો. વસાવા બ્રહ્માનંદનો તબલા માં દ્વિતીય ક્રમ માં શિવદુતી સાયન્સ સ્કૂલના વિધાર્થીઓએ નંબરો મેળવ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવેલ વિજેતા ઉમેદવારો પ્રદેશકક્ષાએ ભાગ લેશે. ત્રણ અલગ અલગ વિભાગની ૧૫ કૃતિઓમાં તાલુકાકક્ષાએથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર અને સીધી જિલ્લાકક્ષાએ શરૂ થતી ૧૮ કૃતિઓમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો. પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી મીતભાઈ ચૌહાણે દરેક સ્પર્ધાના પરિણામની જાહેરાત કરી.
કાર્યક્રમના અંતે વિજેતા થયેલ સ્પર્ધકો અને નિર્ણાયકશ્રીઓને જિલ્લા મહિલા અને બાળ સુરક્ષાની કચેરી તરફથી બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અંતર્ગત પ્રોત્સાહક ઈનામ તરીકે ગ્લાસ આપવામાં આવ્યા. જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ ખૂબ મહેનત કરીને યુવા ઉત્સવને સફળ બનાવ્યો હતો. બેટી બચાવો બેટી પઢાવો સેલ, તાપી દ્વારા વિજેતા ઉમેદવારોને પ્રોત્સાહક ઇનામો આપ્યા હતા. માં શિવદુતી સાયન્સ સ્કૂલનાં ચેરમેનશ્રી અજયસિંહ રાજપૂતે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.