જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી અને રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત તા.૨૯ ઓગસ્ટ સુધી “સખી રાખી મેળો-૨૦૨૩નું આયોજન
બૅન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત તથા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI)ના સહયોગથી રાખડી બનાવવાની તાલીમ લેતી તાપી જિલ્લાની બહેનો
–
રાખી મેળા થકી આત્મનિર્ભર બનતી બહેનો અન્ય માટે પ્રેરણારૂપ બનશે
–
તાપી જિલ્લાની સખીમંડળની બહેનો આદિવાસી ઉત્કર્ષનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડી આત્મનિર્ભરતા તરફ નવી રાહ ચિંધી રહી છે
–
તાપી જિલ્લાના વ્યારા ખાતે “સખી રાખી મેળા-૨૦૨૩” ને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના હસ્તે ખુલ્લો મુકાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪: ગુજરાતના છેવાડે આવેલ તાપી જિલ્લો આત્મનિર્ભર બનવામાં ક્યાય પાછળ નથી રહ્યો, જેનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડતી તાપી જિલ્લાની સખી મંડળની બહેનો છે. આજે ઘર હોય કે ખેતી તમામ ક્ષેત્રે મહિલાઓ આગળ વધી રહી છે. મહિલાઓ પુરુષના ખભે ખભા મેળવી કામ કરી શકે તે માટે ગુજરાત સરકાર હરહંમેશ મહિલાઓની સુરક્ષા,સન્માન અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અડિખમ રહેતી હોય છે, જેનો લાભ લઈ તાપી જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી અને રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત બૅન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત તથા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI)ના સહયોગથી ઇન્દુ ગામ ખાતે તાપી જિલ્લાની બહેનો માટે વિના મુલ્યે વિવિધ ૬૪ જેટલી સ્વ-રોજગારલક્ષી તાલીમનો આપવામાં આવે છે જેના થકી બહેનો આત્મનિર્ભર બની શકે.
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ સમાન રક્ષાબંધનને અનુલક્ષીને ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) ઇન્દુ ખાતે રાખડી બનાવવાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા તાપી જિલ્લાની બહેનોએ ભાઇ રાખડી,ભાઇ-ભાભી રાખડી,કિડ્સ રાખી, સહિતિ વિવિધ જાતની રાખડીઓ બનાવવાની તાલીમ મેળવી હતી.
ખડકા ચિખાલીના પ્રેરણા સ્વ-સહાય જુથ સાથે જોડાયેલા તાલીમાર્થી વૈશાલીબેન ગામિતે જણાવ્યું હતું જણાવે છે કે, અમને મિશન મંગલમ તરફથી તેમજ જિલ્લા વિકાસ એજન્સી તાપી હેઠળ RSETI માં રાખડી બનાવની તાલીમ આપવામાં આવી છે. જેમા અમને ભાઇ રાખી,ભાઇ-ભાભી રાખી,કિડ્સ રાખી, સહિતિ વિવિધ જાતની રાખડીઓ બનાવવાની નિ:શુલ્ક તાલીમ મેળવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ રાખડી બનાવવાની તાલીમાં બનાવેલ રાખડીઓના વેચાણ માટે માટે બહેનોને માર્કેટ મળી રહે તેવા ઉમદા હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી અને રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત વ્યારા સ્થિત કે.બી. પટેલ ઇગ્લીંસ મિડિયમ સ્કુલની બાજુમાં ૨૯ ઓગસ્ટ સુધી રાખી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રાખી મેળાને આજે જીલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે રિબિન કાપી ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો.
રાખી મેળા થકી સારી આવક મેળવી આત્મનિર્ભર બનતી બહેનો અન્ય માટે પ્રેરણારૂપ બની છે ત્યારે આરતી સખી મંડળની લાભાર્થી બહેન આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, અમને મિશન મંગલમ તરફથી તેમજ જિલ્લા વિકાસ એજન્સી અને RSETI માં રાખડી બનાવની તાલીમ આપવામાં આવી હતી. જેમાં અમે 6 દિવસ માટે રાખડી બનાવની તાલીમ લીધી હતી. તાલીમ લીધા બાદ અમે ઘરે જાતે અવનવી રાખડીઓ બનાવી છે. જેના વેચાણ માટે અમને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેથી અમે રાખડીઓનું વેચાણ કરી તેમાંથી સારી આજીવિકા મેળવી શકીએ. અમને આટલો બધો સહયોગ અને માર્ગદર્શન આપવા બદલ અમે જિલ્લા વહિવટી તંત્ર,મિશન મંગલમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, RSETI તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
આજે સખી મંડળની બહેનો રાખી મેળામાં પોતાના સ્ટોલ ઉભા કરી પોતે આર્થિક ઉપાર્જન મેળવી પરિવારને આર્થિક રીતે સહયોગ કરી શકેશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત કાર્યરત નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (મિશન મંગલમ)ના સહયોગથી મહિલા સશક્તિકરણનું આગવું ઉદાહરણ પુરૂ પાડી રહી છે. અંતરીયાળ ગામડાની મહિલાઓને વિવિધ કૌશલ્યની તાલીમ આપી તેમને પગભર બનાવી આર્થિક સધ્ધરતા આપવામાં સખી મંડળ પણ આશીર્વાદ રૂપ સાબિત થાય છે.
આજે તાપી જિલ્લાની આદિવાસી બહેનો સ્વસહાય જુથોમાં જોડાઇ આર્થીક રીતે પગભર બની છે. પોતે જ કમાતી હોય તેનું ગૌરવ અનોખું હોય છે. પોતે આર્થિક રીતે સધ્ધર બનવાં સાથે તેઓ કુટુંબને પણ આગળ લઇ જવાં તથા બાળકોને સારી કારકિર્દી આપવાં માટે સક્ષમ બની છે.
00000000