વિધવા બહેનના વહારે આવ્યું જીલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આપણા દેશમાં ઘરેલુ હિંસા છુટાછેડા વગેરેનાં મોટા ભાગના કિસ્સાઓ વધી રહ્યા છે પરંતુ સરકાર આવા કિસ્સાઓ ઘટે એના ઉપર સતત અમલ કરી રહી છે. અને તૂટતાં પરિવારો બચાવવા તથા લાચાર બહેનોને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તથા સરકારીશ્રીની યોજના હેઠળ તેમના બાળકો ફ્રી શિક્ષણ મેળવી શકે તેના માટે સરકાર કટિબદ્ધ છે ત્યારે આવા પરિવારોને તૂટતાં બચાવવા માટે કાઉન્સેલિગ કરી રહી છે. અને આવો કિસ્સો ગુજરાતના તાપી વ્યારાનો છે.
જ્યાં પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થતાં થોડા સમયથી બંને પતિ – પત્ની એકબીજાથી અલગ રહેતા હતા. એક બહેન એમનાં પતિ સાથે ઝઘડા થતા પિયરમાં એમની દીકરી સાથે રહેતા આવેલ હતાં. અને એમનાં પતિનું બિમારી બાદ અવસાન થયું હતું ત્યારબાદ એમનાં પતિનાં જરૂરી દસ્તાવેજો એમનાં સાસરા પક્ષ ન આપતા ભોગ બનનાર બહેન મહિલા અને બાળ અધિકારીની કચેરી પ્રેરિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ વેલ્ફેર એક્શન વ્યારા સંચાલિત જીલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી ખાતે આવ્યા હતા. અને સાસરા પક્ષ વિરુદ્ધ અરજી આપી હતી. એમાં બહેને જણાવ્યું હતું કે મારા પતિનાં અવસાન બાદ મારા સાસરા પક્ષવાળાઓએ જરૂરી કાગળો લઈ લીધા છે. અને હું એક વિધવા બહેન તરીકે સરકાર દ્વારા આપવામાં આવતી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા સંકટ મોચન સહાય યોજના હેઠળ હું લાભથી વંચિત રહી ગઈ છું. તથા મારી દિકરી શ્રૃતિ જેમણે RTE હેઠળ ની પરીક્ષા પાસ કરેલ છે અને એના અભ્યાસ માટે નવોદય તથા એકલવ્ય મોડેલ સ્કુલમાં એડમિશન મળે તો દિકરી ભણીને એના ભવિષ્યનું સારું ઘડતર થાય એના માટે જીલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપીનાં જીલ્લા કોડિનેટર મીનાબેન/મધુબેન પરમાર દ્વારા બંને પક્ષકારોને બોલાવી સમજાવટથી જરૂરી કાગળો અરજદાર બહેનને અપાવવામાં આવ્યા હતા.
આ રીતે જીલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની સમજાવટના કારણે સમગ્ર મામલે મહિલા અને બાળ અધિકારી/ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રી ડૉ. મનિષાબેન મુલતાની મેડમના માર્ગદર્શન હેઠળ જટીલ પ્રશ્નનો સુખદ ઉકેલ જીલ્લા કોડિનેટર મીનાબેન/મધુબેન પરમાર દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન તમામ લોકોનાં સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો, જીલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી (વ્યારા) છેલ્લા ૧૩ વર્ષ થી કાર્યરત છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other