ITI નિઝર ખાતે ખાલી પડેલી જગ્યાઓ માટે તા. ૨૩ થી ૩૧ ઓગસ્ટ અરજી કરી શકાશે
ઓગસ્ટ-૨૦૨૩ના પ્રવેશ સત્રમાં ખાલી રહેતી બેઠકો ઉપર સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર સંસ્થામાં પ્રવેશ મેળવી શકાશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૨3 રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા નિઝરમાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૩માં જૂજ બેઠકો ખાલી રહલે છે. પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ આ સંસ્થાઓ ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ ભરી સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છઇતા હોય તે સંસ્થા ખાતે નીચે દર્શાવ્યા મુજબ રૂ।.૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત પરત જમા કરાવવાનું રહેશે.
જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઇ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ, રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહીત સંસ્થાને અરજી કરવાની રહેશે.
બેઠકો ભરવાની ચોથા રાઉન્ડ કાર્યવાહી ઔદ્યોગિક તાલીમ સંસ્થા નિઝર ખાતે પ્રવેશના ચોથા રાઉન્ડ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરી/રજીસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેની તારીખ તારીખ:૨૩/૦૮/૨૦૨૩થી ૩૧/૦૮/૨૦૨૩સુધી રહશે. તથા ૦૧ સપ્ટેમ્બરથી પ્રવેશ શરુ કરવામાં આવશે જેનો પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ લાભ લેવા અનરોધ કરવામાં આવે છે.એમ આચાર્યશ્રી ઔદ્યોગિક તાલિમ સંસ્થા નિઝરની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000000000