તાપી જિલ્લા સેવાસદન ખાતે સિંચાઇ વિભાગની કચેરી દ્વારા પરિસરમાં વૃક્ષારોપણ કરાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી.તા.૨૨ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવી વૃક્ષોનાં સંવર્ધનથી ગ્રીન કવર વધારવા અને ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સુરક્ષા વધરવાના ભાગ રૂપે “મેરી કચેરી, હરીયાળી કચેરી” થીમ હેઠળ જળસંપતિ અને પાણી પુરવઠા,અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ કક્ષાના મત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાનું અનોખુ અભિયાન ઉપાડ્યુ છે. ત્યારે આજે તાપી જિલ્લાના સેવાસદન ખાતે સિંચાઇ વિભાગની કચેરી દ્વારા જિલ્લા પંચાયતના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન અને સુરક્ષા કરવામાં અમુલ્ય ભાગીદારી નોધાવી હતી. જેમાં કાર્યપાલ ઇજનેરશ્રી ડી.આર. પટેલ, નાયબ કાર્યપાલ ઇજનેરશ્રી એસ.એ ગાવિત અને મલક ગામીત તથા સિંચાઇ વિભાગના તમામ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
000