તાપી એજ્યુકેશન અકેડમી દ્વારા ઈસરોને શુભેચ્છા સંદેશ પાઠવતો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પી.પી. સવાણી વિદ્યામંદિર તથા લિટલ પામ ખાતે રોકેટ લોન્ચીંગ સાથે ચંદ્રયાન-3 વિશે “એસ્ટ્રો આર્ટ એકઝીબીશન” દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી.
ભારતના મુન મિશન (ચંદ્રયાન-3) ના ધમાકેદાર લોન્ચિંગ થયાના 41 દિવસ બાદ આજ રોજ ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચશે. ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે આજ રોજ પી.પી સવાણી વિદ્યામંદિર તથા લિટલ પામ શાળા દ્વારા “એસ્ટ્રો આર્ટ એકઝીબીશન” નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધો-1 થી 8 ના બંને માધ્યમના વિદ્યાર્થીઓને સુરતની સ્પેસ સેન્ટર ટીમ દ્વારા ચંદ્રયાન-3 સાથે રોકેટ લોન્ચીંગ વિશે માહિતી આપી શાળાના હેડ બોય-હેડ ગર્લ, પત્રકારો તથા વિદ્યાર્થીઓ દ્વારા રોકેટ લોન્ચ કરાવવામાં આવ્યું. તેની સાથે વિદ્યાર્થીઓ દ્વારા ISROના વૈજ્ઞાનિકોને શુભેચ્છા સંદેશ પાઠવવા કાર્ડ બનાવી અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા.
વધુમાં આચાર્યશ્રી અલ્પેશ ગજેરા તથા અંકિત પંચોલીએ ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમને મિશનની સફળતા બદલ શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી હતી તથા તમામ વિદ્યાર્થીઓને ચંદ્રયાન-3 વિશે માહિતી આપવામાં આવી.