કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા જિલ્લા કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વીઝ સ્પર્ધા યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા, તાપી દ્વારા જિલ્લા કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વીઝ સ્પર્ધા કે.બી પટેલ સ્કુલમાં યોજાઈ.
આજરોજ ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા રૂરલ આઈ.ટી ક્વીઝ -૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું. જેમાં તાપી જીલ્લાની કુલ ૧૪૦ શાળાઓમાંથી ૫૦ શાળાઓએ ભાગ લીધો જેમાં ૨૦ શિક્ષકો સહિત બાળકોની કુલ ૫૦ ટીમોએ ક્વીઝમાં ભાગ લીધો દરેક ટીમમાં એક બાળકે ૨૦ ગુણનું કોમ્પ્યુટર, મોબાઈલ, નેટવર્ક જેવી શોધ અને વપરાશ પર ગુજકોસ્ટ દ્રારા નક્કી કરેલ પ્રશ્નોનું પ્રશ્નપત્ર દ્રારા ટેસ્ટ લેવામાં આવી. જિલ્લા લોક વિજ્ઞાનના ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્રારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. તમામ સાયન્સ અને કોમ્પ્યુટર શિક્ષકો હાજર રહ્યા. તેઓએ પણ ખૂબ વખાણ કર્યા આવું આયોજન વખતોવખત થાય તો બાળકોમાં ટેકનોલોજી વિશે રૂચી ઉત્સાહ વધે. આમ આજે ૫૦ શાળા માંથી ૧૫, વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વિજેતા બાળક કે.બી પટેલ શાળાની ૦૮ એકલવ્ય મોડેલ સ્કુલ ઉકાઈ ૧, લિટરસી ગલ્સ ૧, વિદ્યાકુંજ સ્કુલ ૧, વાઈબ્રન્ટ સ્કુલ ૨, જેબી.સ્કુલ ૧, રામપુરા સ્કુલ ૧ વિજેતા બની. વિજેતા ટીમને રોકડ પુરસ્કાર કેન્દ્રના ડાયરેક્ટર દ્રારા આપવામાં આવ્યું જેઓ અગામી દીવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ તાપી જીલ્લાનું નામ રોશન કરશે. અંતે સૌ ચા-નાસ્તો કરીને છુટા પડ્યા.