કેવિકે વ્યારા ખાતે મશરૂમની ખેતી વિશેની તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ખેડૂતોને મશરૂમની ખેતી વિશે જાણકારી મળે તે હેતુથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ , નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી , નવસારી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( કેવિકે ) વ્યારા ખાતે આત્મા પ્રોજેકટ , તાપી અને કેવીકેના સંયુકત ઉપક્રમે તા . ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ બે દિવસીય મશરૂમની ખેતી વિશેની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું . કેવીકેના વડા ડ . સી . ડી . પંડયાએ ખેડૂતોને મશરૂમની ખેતી અપનાવી નવી ટેકનોલોજીનું ઉપયોગ કરી મશરૂમની ખેતી દ્વારા વધારાની આવક મેળવવા માટે પ્રોત્સાહન આપેલ હતું . હાજર રહેલ ખેડૂતોએ આજુબાજુનાં બીજા ખેડૂતોને પણ મશરૂમની ખેતીમાં જોડાવવા માટે તેમને હાકલ કરી હતી . સદર તાલીમો અંતર્ગત કેવિકેના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક , ડૉ . સચિન એમ . ચવ્હાણ દ્વારા મશરૂમની ઉપયોગીતાઓ , ગુજરાતમાં મશરૂમની ખેતીની તક , ભારતમાં ઉગાડવામાં આવતી વિવિધ મશરૂમની જાતો , તેના ઉત્પાદન માટે અનુકૂળ વાતાવરણ , ઉછેર પધ્ધતિ વિશેની વિસ્તૃત માહિતી તેમજ મશરૂમની ખેતીમાં સફળ થયેલ ખેડૂતોના દાખલાઓ સાથેની માહિતી પૂરી પાડવામાં આવેલ હતી . સાથે સાથે ઢીંગરી મશરૂમ ( ઓઈસ્ટર ) ઉગાડવા માટે પધ્ધતિ નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું . જેમાં ખેડૂતોને ડાંગરના પરાળના ટુકડા કરવાના , પરાળના ટુકડાને જંતુ મુકત કરવાની પધ્ધતિ , મશરૂમના બિયારણ અને પરાળના ટુકડાને પ્લાસ્ટિક બેગમાં ભરવાની પધ્ધતિ વિશે પ્રેકટીકલ દ્વારા માહિતગાર કર્યા હતા . ખેડૂતોને કેવિક ખાતે સ્થાપીત જીવંત મશરૂમ નિદર્શન એકમની મુલાકાત પણ કરવામાં આવેલ હતી . સદર તાલીમમાં કુલ ૬૦ ભાઈ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો . મશરૂમની ખેતી વિશે વધુ માહિતી અને તાલીમ લેવા માટે કેવિકે વ્યારાનો સંપર્ક કરવો .