તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.19 તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને તથા ધારાસભ્ય શ્રી મોહન ડોઢિયા સહિત ઉચ્ચ અધિકારી-પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

આ બેઠકમાં ગ્રામ્ય કક્ષાએ તથા તાલુકા કક્ષાએ તકેદારી સમિતિની સમયસર રચના કરવા તેમજ દરેક સ્તર પરની તકેદારી સમિતિની નિયમિત બેઠક બોલાવવા બાબત, વ્યાજબી ભાવોની દુકાન પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અંગેની સમીક્ષા જેમાં ગત માસમાં પ્રધાન મંત્રી ગરિબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૯૬.૮૬ ટકા રેશનકાર્ડધારકોને જિલ્લાની તમામ વાજબી ભાવની ખાતેથી અનાજનું વિતરણ ,જરૂરી જગ્યાએ રેશનિંગ દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા અંગે, FPS દ્વારા ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે, સાયલંટ રેશનકાર્ડ,NFSA યોજના અનવ્યે લાભાર્થીઓના આધાર વેરીફિકેશનની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.

તેમજ તાપી જિલ્લાના તમામ રેસનકાર્ડધારકોના નંબર સાથે આધારકાર્ડ લિંક કરવવા, વન નેશન વન કાર્ડના લાભાર્થીઓમાં થતા વધારા અંગે વિગતવાર ચર્ચાઓ તેમને અનાજ મળી રહે તે માટે તથા ૨ ગુજરાત સહિત અન્ય રાજયના એમ ૨ રાશનકાર્ડધારકોને રી-કેવાઇશી કરાવવા અંગે જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા. તથા માહે.જુલાઇ-૨૦૨૩ જિલ્લામાં આધાર આધારિત વિતરણ કરવામાં આવેલા જથ્થાની સમિક્ષા, આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ યોગ્ય રીતે અધિકૃત કાર્ડધારકોને થાય તે બાબતે સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસઅધિકારીશ્રી વી.એન.શાહ, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, નાયબ કલેક્ટર-1 તૃપ્તી પટેલ, વ્યારા નગર પાલિકા પ્રમુખશ્રી સેજલબેન રાણા, વ્યારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જસુબેન ગામીત સહિત ઉચ્ચ અધિકારી-પદાધિકારીશ્રીઓ સહિત જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
00000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *